________________
૨૨. તેથી સનત્કુમાર કલ્પના (ત્રીજા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. ૨૩. તેથી બીજી શર્કરાપ્રભા પૃથ્વીના નારકો અસંખ્યાતગુણા છે. ૨૪. તેથી સમૂર્ચ્છમ મનુષ્યો અસંખ્યાતગુણા છે.
૨૫. તેથી ઈશાન કલ્પના (બીજા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. ૨૬. તેથી ઈશાન કલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે.
૨૭. તેથી સૌધર્મ કલ્પના (પહેલા દેવલોકના) દેવો સંખ્યાતગુણ છે.
૨૮. તેથી સૌધર્મ દેવલોકની દેવીઓ સંખ્યાતગુણી છે.
૨૯. તેથી ભવનપતિ દેવો (દશે નિકાયના મળીને) અસંખ્યાતગુણા છે. ૩૦. તેથી ભવનપતિ દેવીઓ સંખ્યાતગુણી છે.
૩૧. તેથી આ રત્નપ્રભા પૃથ્વીના (પહેલી પૃથ્વીના) નારકો અસંખ્યગુણ છે. ૩૨. તેથી ખેચર તિર્યંચ પંચેન્દ્રિયયોનિવાળા પુરુષો અસંખ્યગુણ છે. ૩૩. તેથી સર્વ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયયોનિવાળી સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૪. તેથી સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયયોનિવાળા પુરુષો સંખ્યાતગુણા છે. ૩૫. તેથી સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયયોનિવાળી સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૬. તેથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયયોનિ પુરુષો સંખ્યાતગુણા છે.
૩૭. તેથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૮. તેથી વાણવ્યન્તર દેવો (આઠે નિકાયના મળીને) સંખ્યાતગુણા છે. ૩૯. તેથી વાણવ્યન્તરી દેવીઓ સંખ્યાતગુણી છે.
૪૦. તેથી જ્યોતિષી દેવો (પાંચે મળીને) સંખ્યાતગુણા છે.
૪૧. તેથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે.
૪૨. તેથી ખેચ૨ તિર્યંચ પંચેન્દ્રિય નપુંસકો અસંખ્યાતગુણા છે. ૪૩. તેથી સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય નપુંસકો અસંખ્યાતગુણા છે. ૪૪. તેથી જલચર તિર્યંચ પંચેન્દ્રિય નપુંસકો અસંખ્યાતગુણા છે. ૪૫. તેથી પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવો સંખ્યાતગુણા છે.
૪૬. તેથી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો વિશેષાધિક (દ્વિગુણથી ઓછા) છે. ૪૭. તેથી પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવો વિશેષાધિક છે.
૪૮. તેથી પર્યાપ્ત ત્રીન્દ્રિય જીવો વિશેષાધિક છે.
૪૯. તેથી અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવો અસંખ્યાતગુણા છે. ૫૦. તેથી અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૫૧. તેથી અપર્યાપ્ત ત્રીન્દ્રિય જીવો વિશેષાધિક છે.
Jain Education International
૨૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org