________________
વ્યાખ્યામાં કહેવાઈ છે, તેથી જે કંઈ વિશેષતા છે તે દર્શાવાય છે ]
વળી અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણ છે, તો પૂર્વે કહેલ ગુણપ્રમાણથી આ જ્ઞાનાદિ ગુણપ્રમાણો ભિન્ન કેમ કહ્યાં? એવી શંકા ન કરવી, કારણ કે – અધિક વિસ્તારથી કહેવામાં શિષ્યની બુદ્ધિ વ્યુત્પન્ન (કુશળતાવાળી) થાય છે, એ ફળ છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૪૩ી
નવતરT: એ પ્રમાણે સર્વ ભાવ પ્રમાણે કહ્યું, એટલે ભાવપ્રમાણના સર્વે ઉત્તરભેદ અને તેનું સ્વરૂપ કહ્યું), અને તે કહેવાથી દ્રવ્યપ્રમાણ – ક્ષેત્રપ્રમાણ - કાળપ્રમાણ અને ભાવપ્રમાણ એ ચારે પ્રકારનું પ્રમાણ કહ્યું. એ પ્રમાણો વડે દ્રવ્યો મપાય છે, તે કારણથી જ ‘દ્રવ્યોનું પ્રમાણ તે દ્રવ્યપ્રમાણ” એવી વ્યુત્પત્તિ હોવાથી એ દ્રવ્યપ્રHIT દ્વાર ગણાય છે. વળી આ ગ્રંથમાં ચાલુ અધિકારને વિષે મિથ્યાદ્રષ્ટિ અને સાસ્વાદન વગેરે ૧૪ જીવસમાસરૂપ જીવદ્રવ્યો કહેવાનો પ્રસંગ ચાલે છે, માટે તે ૧૪ જીવદ્રવ્યો જ આ ચાર પ્રકારના પ્રમાણ વડે સમજાવતાં, જેટલાં છે તેટલાં આ [ અને બીજી ગાથાઓથી પણ ] દર્શાવાય છે [ અર્થાત્ હવે દરેક ગુણસ્થાનવર્તી જીવોનું ચાર ચાર પ્રકારનું પ્રમાણ કહેવાય છે]:
मिच्छादव्वमणंता, कालेणोसप्पिणी अणंताउ ।
खेत्तेण मिजमाणा, हवंति लोगा अणंताउ ॥१४४॥ Tથાર્થઃ મિથ્યાદ્રષ્ટિ જીવો દ્રવ્યથી અનન્ત છે, કાળથી અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલા છે, અને ક્ષેત્રથી માપતાં અનન્ત લોકપ્રમાણ છે. ૧૪૪ો.
ટીકાથી અહીં દ્રવ્યથી મિથ્યાદૃષ્ટિ જીવદ્રવ્યો અનન્ત છે. અને છાનેT = કાળથી માપીએ તો તે જ મિથ્યાદૃષ્ટિ જીવદ્રવ્યો અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલાં છે. શું કહ્યું? (એનું તાત્પર્ય શું?) - અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો છે, સમગ્ર લોકાકાશમાં રહેલા એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિ જીવદ્રવ્યો સર્વ મળીને પણ તેટલા જ થાય છે. તથા વેત્તેT = ક્ષેત્રથી માપતાં તે મિથ્યાદ્રષ્ટિ જીવદ્રવ્યો અનન્ત લોકપ્રમાણ છે, એટલે અનન્ત લોકાકાશના જેટલા આકાશપ્રદેશ થાય તેટલા છે. અહીં ભાવપ્રમાણથી માપતાં મિથ્યાદ્રષ્ટિ જીવદ્રવ્યો કેટલાં છે? તે કહ્યું નથી, કારણ કે ભાવપ્રમાણમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ એ ત્રણ પ્રમાણ પણ અંતર્ગત હોઈ તે જ ભાવપ્રમાણ તે પ્રમાણરૂપ ગણાય છે. તે આ પ્રમાણે – ભાવપ્રમાણમાં સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત એ ત્રણ પ્રકારની સંખ્યા કહી છે, અને દ્રવ્યો પણ મુખ્યત્વે એ જ ત્રણ સંખ્યાઓ વડે મપાય છે. અને દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ એ ત્રણ તો સંખેય છે, અને એ રીતે સંખેય હોવાથી જ ઉપાધિપણે વર્તતા તે ત્રણે ગુણરૂપ ગૌણ જ છે, (એટલે ભાવરૂપ જ છે). માટે મુખ્યત્વે ભાવપ્રમાણ સર્વત્ર અંતર્ગત હોવાથી (એટલે દ્રવ્યમાં, ક્ષેત્રમાં અને કાળપ્રમાણમાં પણ અંતર્ગત હોવાથી) વસ્તુતઃ ભાવપ્રમાણ વડે જ દ્રવ્યો મપાય છે. માટે અહીં ભાવપ્રમાણ જુદું સમજાવ્યું - કહ્યું નથી. એ પ્રમાણે અન્યત્ર (શેષ ગુણસ્થાનરૂપ જીવભેદોના પ્રમાણમાં) પણ સમજવું. એ ગાથાર્થ સમાપ્ત થયો. ||૧૪૪ો. ૧. ગુનો ગુણનિષ્પન્ન ઇત્યાદિ પદોવાળી ૧૩૪મી ગાથામાં ગુણનિષ્પન્નપ્રમાણ કહ્યું છે, તેની વ્યાખ્યામાં જ્ઞાનાદિ અને વર્ણાદિ ગુણોને ગુણનિષ્પક્સપ્રમાણમાં ગણ્યા છે માટે,
Jain Education International
For PrivROCersonal Use Only
www.jainelibrary.org