SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયોથી પણ ન થઈ શકે તેમ હોય તો તેવી જાતિની સમાન લક્ષણવાળી બીજી વસ્તુથી પણ તે વસ્તુનો નિશ્ચય થાય છે. જેમ કે - રોઝ ગાય સરખું હોય છે, એવું જ્ઞાન જેણે પ્રથમ કરી લીધું છે, (તેમજ ગાયનું સ્વરૂપ દેખી લક્ષ્યમાં રાખી લીધું છે) એવો પ્રમાતા (રોઝને ઓળખવાની જિજ્ઞાસાવાળો) અટવીમાં ગયો હોય તો રોઝને દેખીને ‘આ પશુ ગાય સરખું જ છે માટે રોઝ છે,' એ પ્રમાણે ગાય સરખું દેખવાથી તે ગવયનો-રોઝનો નિશ્ચય કરી શકે છે. (માટે એ ઉપમાજ્ઞાન કહેવાય.) || કૃતિ ૩૫મામતિજ્ઞાનમ્ || એ પ્રમાણે એ બન્ને પ્રકારનું પણ જ્ઞાન કૃતકત્વાદિ લિંગ વડે અને સાદૃશ્ય વડે આત્મા ને વ્યવધાનવાળું (આંતરાવાળું એટલે વચમાં ઇન્દ્રિયોની અપેક્ષાવાળું) હોવાથી ઇન્દ્રિયપરોક્ષ મતિજ્ઞાન કહેવાય છે. તથા અભાવપ્રમાણ અને અર્થાપત્તિપ્રમાણ એ બે પ્રમાણ પણ ઇન્દ્રિયપરોક્ષ છે, પરંતુ તે કેવળ અનુમાનપ્રમાણમાં જ અંતર્ગત હોવાથી અહીં જુદાં કહ્યાં નથી. તથા શબ્દરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન આગળ કહેવાશે, અને પ્રત્યક્ષજ્ઞાનને તો ઇન્દ્રિયપ્રત્યક્ષ એ નામથી કહેલું જ છે. એ પ્રમાણે સર્વ પ્રમાણોનો સંગ્રહ ગણતાં ૬પ્રમાણ ગણાય છે. એ પ્રમાણે ઇન્દ્રિયપ્રત્યક્ષ અને ઇન્દ્રિયપરોક્ષ એ રીતે બે પ્રકારનું મતિજ્ઞાન કહ્યું. ।।તિ દ્વિવિધ मतिज्ञानम्।। હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહેવાય છે - ‘વ્હેવમાસિય' ઇત્યાદિ. કેવળ એટલે કેવળજ્ઞાન, તે વડે ભાસિત એટલે પ્રગટ કરેલા જે પદાર્થો તેને પ્રતિપાદન કરનાર જે આમ એટલે ધાવશાંગીરૂપ તે શ્રુતજ્ઞાન કહેવાય. એ શ્રુતજ્ઞાન તે શદ્ધપ્રમાણ કહેવાય. આ જ્ઞાનમાં પણ ઇન્દ્રિયોનું અને શબ્દનું વ્યવધાન હોવાથી પૂર્વ ગાથામાં કહેલું પરોક્ષપણું પ્રાપ્ત થાય છે જ. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।તિ શ્રુતજ્ઞાનભાવપ્રમામ્ ||૧૪૨ અવતરણ: [ ભાવપ્રમાણના પ્રતિભેદમાં નોસંખ્યાન ભાવપ્રમાણના પ્રતિભેદરૂપ ] જ્ઞાનપ્રમાણ કહ્યું, અને હવે ચક્ષુદર્શન આદિ ભેદથી ચાર પ્રકારનું વર્શનપ્રમાણ અને સામાયિક વગેરે ભેદથી પાંચ પ્રકારનું ચારિત્રપ્રમાણ, તથા નૈગમ-સંગ્રહ ઇત્યાદિ ભેદથી પાંચ પ્રકારનું નયપ્રમાણ આ ગાથામાં દર્શાવાય છે ઃ चक्खू दंसणमाई, दंसणचरणं च सामइयमाई । नेगमसंगहवबहारुज्जुसुए चेव सद्दनया || १४३ ॥ ગાથાર્થ: ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારનું દર્શનપ્રમાણ, સામાયિક આદિ પાંચ પ્રકારનું ચારિત્રપ્રમાણ, અને નૈગમ - સંગ્રહ – વ્યવહાર - ઋજુસૂત્ર તેમજ નિશ્ચયે શબ્દનય એ પાંચ પ્રકા૨નું નયપ્રમાણ છે. ।।૧૪૩।। - ટીાર્થ: આ ગાથાના અર્થની વિશેષ વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે, [ ૧૪૦મી ગાથાની ૧. ભૂતળમાં ઘટાભાવ ઇત્યાદિ રીતે અભાવને પ્રમાણ માનવામાં આવે છે, અને કેટલાક દર્શનવાળા તો અભાવને પદાર્થ તરીકે પણ માને છે. ૨. દેવદત્ત દિવસે ભોજન કરતો નથી. છતાં પુષ્ટ છે, તો સિદ્ધ થાય છે કે - રાત્રિભોજન કરે છે, એમાં દિવસના અભોજન ઉ૫૨થી રાત્રિભોજનનું જ્ઞાન થવું તે ગત્તિ. ૩. પ્રત્યક્ષપ્રમાણ અનુમાનપ્રમાણ ઉપમાનપ્રમાણ - અભાવપ્રમાણ - અર્થાપત્તિપ્રમાણ અને શ્રુતપ્રમાણ (આગમપ્રમાણ), એ ૬ પ્રમાણ. Jain Education International For Private Oersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy