________________
તેમજ વિશેષ વિના તે સામાન્ય જોવા પણ મળતું નથી, માટે આ વ્યવહારનય વિશેષવાદી (વસ્તુના વિશેષ ધર્મોને કહેનાર-માનનાર) છે.
તથા ત્રદવુ એટલે ભૂતકાળમાં વ્યતીત થયેલ અર્થ અને ભવિષ્યમાં થનારો અર્થ તેમજ પ્રસ્તુત વસ્તુથી પર વસ્તુનો અર્થ એ ત્રણે અર્થના ત્યાગથી વસ્તુને પ્રાંનત્તપણે – સરળપણે અથવા તે વખતના વિદ્યમાન અર્થપણે મૂત્રતિ= કહે-માને તે રંગસૂત્રનય. અર્થાત્ વર્તમાનકાળમાં વર્તતી અને પોતાની જ વસ્તુને જે વસ્તુરૂપે અંગીકાર કરે- માને તે ઋજુસૂત્રનય જાણવો.
તથા શપુ ધાતુના આક્રોશના અર્થમાં છે, તેથી શપતે એટલે જેના વડે અર્થ કહેવાય. તે શદ્ધ એટલે અર્થવાચક ધ્વનિ, અને તેની મુખ્યતાવાળો નય તે પણ દ્ધિ ન કહેવાય. આ નય શબ્દને જ પ્રધાન માને છે, અને અર્થને ગૌણ માને છે. કારણ કે અર્થનો બોધ શબ્દને જ આધીન છે (અર્થાત્ શબ્દ વિના અર્થબોધ થતો નથી.) વળી સાંકેતિક શબ્દ વિના અર્થનો બોધ ક્યાંય પણ થતો નથી, માટે શબ્દ એ જ પ્રધાન છે, પરંતુ અર્થ પ્રધાન નથી, એ તાત્પર્ય છે. વળી બીજી વાત એ છે કે – આ શબ્દનય, પ્રથમના ચાર નયોથી વિશેષ શુદ્ધ હોવાથી નામ ઇન્દ્ર, સ્થાપના ઇન્દ્ર, અને દ્રવ્ય ઈન્દ્ર (એટલે નામ – સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ) નથી જ એમ માને છે; કારણ કે આકાશપુષ્પ અસતું હોવાથી જેમ કંઈ પણ કાર્યવાળું નથી, તેમ ઇન્દ્રપણાનું કાર્ય નહિ કરનારા હોવાથી એ ત્રણ ઇન્દ્રો પણ નથી જ, અને તેથી કેવળ ભાવ ઇન્દ્રને જ સત્ (વસ્તુરૂપે) અંગીકાર કરે છે.
વળી ત: તરી તટે એ ત્રણ લિંગવાળા પદાર્થ તથા રી: નેત્ર અને માર્યા એ ત્રણ ભિન્ન ભિન્ન લિંગવાળા શબ્દો, તથા વૃક્ષ: વૃક્ષો વૃક્ષા: ઇત્યાદિ રીતે જુદાં જુદાં વચનવાળા (એકવચન, દ્વિવચન, બહુવચનવાળા) શબ્દો એક અર્થવાળા છે (અર્થાત્ એક વસ્તુ છે) એમ શબ્દનય માનતો નથી. કારણ કે સ્ત્રી અને પુરુષ એ બે જુદા શબ્દ હોવાથી જેમ જુદા પદાર્થ છે, તેમ તટ: તટી ત૮ ઈત્યાદિ પણ જુદા શબ્દ હોવાથી જુદા પદાર્થ છે, એમ માને છે. વળી સરખાં લિંગવાળા અને સરખા વજનવાળા ‘રૂદ્રા, શ, પુત્ર:'ઇત્યાદિ શબ્દોનો, પર્યાય શબ્દોનો અર્થ એક જ હોવાનું પણ આ નય સ્વીકારે છે; કારણ કે આ નય, આગળ કહેવાતા નયની અપેક્ષાએ અશુદ્ધ છે.
તથા રૂદ્રા, શક્ક:, પુરા: ઇત્યાદિ એક જ પદાર્થના વાચક શબ્દો, સમાનાર્થક એવા પર્યાયશબ્દો તરીકે રૂઢ થયેલા હોય તો પણ, જે નય તે પર્યાયશબ્દોનો અર્થ ભિન્ન ભિન્ન હોવાનું સમારોહતિ – સમાશ્રય કરે અર્થાત્ માને તે સમfમરૂઢનય કહેવાય. આ નય જો કે શબ્દની પ્રધાનતાવાળો છે, (એટલે શબ્દને જ પ્રધાન માને છે) તો પણ પૂર્વે કહેલા શબ્દનયથી આ નય અધિક વિશુદ્ધ છે માટે તે માને છે કે- ઇન્દ્ર અને શુક્ર વગેરે પર્યાય શબ્દોના વાચ્ય પદાર્થો એક નથી, પરંતુ ઘટ-પટ ઇત્યાદિ શબ્દની પેઠે ભિન્ન નિમિત્તવાળા હોવાથી ભિન્ન ભિન્ન છે (અર્થાત્ ઇન્દ્ર શબ્દનો વાચ્ય પદાર્થ જુદો છે, અને શક્ર શબ્દનો વાચ્ય અર્થ પણ જુદો છે.) તે આ પ્રમાણે :- ડુન્દ્રનાતુ (એટલે ઐશ્વર્ય ભોગવે તે) રુદ્ર, શનતુ (શક્તિમાન હોય તે) શ: અને પૂરVI[ (નગરને વિદારે-નાશ કરે તે) પુરંદર ઇત્યાદિ રીતે ત્રણ શબ્દોનાં નિમિત્ત જુદાં જુદાં
Jain Education International
For PrivaR O 3ersonal Use Only
www.jainelibrary.org