________________
ગમ નહિ પરન્તુ બહુ-ઘણા ગમ એટલે વસ્તુપરિચ્છેદ જેના (જ નયના) છે, તે નૈમિ કહેવાય. અહીં નૈઋગ્રામ (ન એક ગમ) તે નૈગમ એ શબ્દમાં નિરૂક્તની વિધિ વડે નો લોપ થયો છે. અથવા સામાન્ય ધર્મને પણ સ્વીકારે અને વિશેષ ધર્મોને પણ સ્વીકારે છે, માટે અનુયોગદ્વાર સૂત્રમાં કહેલા નિલયન - પ્રસ્થક અને ગ્રામના ઉદાહરણ આદિ કહેલા પ્રકારો વડે ઘણા સ્વરૂપવાળી વસ્તુને અંગીકાર કરવામાં તત્પર એવો જે નય તે નૈમિન એ ભાવાર્થ છે. તથા ત્રણ ભુવનમાં રહેલા સર્વ પદાર્થોના સમૂહને જે સંસ્કૃતિ એટલે સામાન્યથી એક સ્વરૂપે ગ્રહણ કરે – જાણે તે સાદ, અર્થાત્ કેવળ સામાન્યને જ અંગીકાર કરનાર નય તે સદની એ તાત્પર્ય છે.
તથા વ્યવદર' એટલે લૌકિક પ્રવૃત્તિરૂપ વ્યવહાર તે વ્યવહારનય, અર્થાત્ લૌકિક પ્રવૃત્તિઓને (લૌકિક વ્યવહારને) સ્વીકાર કરનારો નય તે વ્યવહારનય; અથવા જેના વડે સર્વપ્રકારનો લોકવ્યવહાર વ્યવયિતે = પ્રવર્તે તે વ્યવહારનય. અર્થાતુ ઘણું ખરું વસ્તુના કેવળ વિશેષ ધર્મોને અંગીકાર કરનાર નય તે વ્યવહારનય. જળ લાવવામાં ઘટ અને વ્રણપિંડી પ્રદાનમાં (ગુમડા વગેરેને પિડી બાંધવામાં) લીંબડો એમ લોકવ્યવહારમાં તે ઘટ-લીંબડો વગેરે વિશેષો જ ઉપકાર કરનારા દેખાય છે, પરંતુ તેનાથી જુદું ઘટ વગેરે સામાન્ય ઉપકારી નથી, માટે આ વ્યવહારનય વસ્તુના વિશેષોને જ સતરૂપે સ્વીકારે છે, પણ સામાન્યને સરૂપે સ્વીકારતો નથી. વળી સામાન્ય તે લોકવ્યવહારમાં પ્રાયઃ અનુપકારી (અપ્રયોજનવાળું) છે,
૧. શ્રી અનુયોગદ્વારમાં એ ત્રણ ઉદાહરણ કહ્યાં છે તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે-નિયન એટલે રહેવાનું સ્થાન, જેનું ઉદાહરણ – તમો ક્યાં રહો છો ? ઉત્તર:- લોકમાં. પ્રશ્ન :- લોકના ઊર્ધ્વલોક આદિ અનેક ભાગ છે, તેમાં તમે ક્યાં રહો છો ? ઉત્તર:- તિચ્છલોકમાં. પ્ર :- તિસ્કૃલોકમાં અસંખ્ય દ્વીપસમુદ્ર છે તેમાં ક્યાં રહો છો ? ઉત્તર:- જંબૂદ્વીપમાં. પ્રશ્ન :- જંબૂદ્વીપમાં ભરતાદિ અનેક ક્ષેત્ર છે તેમાં ક્યાં રહો છો ? ઉત્તર:- ભરતક્ષેત્રમાં. અનેક દેશમાંના કયાં દેશમાં ? ઉત્ત૨:- અમુક દેશમાં. એ પ્રમાણે યાવતુ અમુક નગરમાં, અમુક પોળમાં, અમુક ઘરમાં, તેમાં પણ અમુક આટલી જગ્યામાં, રહું છું. આ બધાએ ઉત્તર નૈગમન સત્યરૂપે સ્વીકારે છે. વ્યવહારનયવાદી પણ એ જ ઉત્તરો આપે છે, અને સંગ્રહનયથી સંથારામાં, જુસૂત્ર નયથી આટલા આકાશપ્રદેશોમાં, અને ત્રણ શબ્દનયથી આત્મભાવમાં રહેવાનો ઉત્તર જાણવો.
૨. બીજું પ્રસ્થ એટલે પાલી એટલે કાષ્ઠનું બનાવેલું શેરિયું આદિ માપ વિશેષ, તેનું દૃષ્ટાંત આ પ્રમાણે કોઈ પુરુષ પ્રસ્થ બનાવવાને કાષ્ઠ કાપવા અર્થે હાથમાં કુહાડી લઈને અટવીમાં જાય, તેને કોઈ પૂછે કે – તમે ક્યાં જાઓ છો ? ત્યારે ઉત્તર આપે કે – પ્રસ્થકને માટે જાઉ છું, વળી કાષ્ઠને કાપતી વખતે કોઈ પૂછે કે શું કાપો છો ? ત્યારે કહે કે – પ્રસ્થક કાપું છું, કાષ્ઠ કાપીને લાવતાં કોઈ પૂછે કે શું લાવ્યા? ઉત્તર:- પ્રસ્થક લાવ્યો, એ પ્રમાણે યાવતું તે કાષ્ઠને પ્રસ્થ બનાવવા ખોતરતો હોય તે વખતે પણ કોઈ પૂછે કે શું ખોતરો છો ? ઉત્તર:- પ્રસ્થક ખોતરું છું. યાવતુ પ્રસ્થક બનાવીને તેના ઉપર પ્રસ્થક એવું નામ કોતરે ત્યાં સુધીના સર્વે ઉત્તરો નૈગમનયના જાણવા, તેમજ વ્યવહારનયના પણ જાણવા. તથા સંગ્રહનયવાદી દાણા ભરીને મપાતો એવા પ્રસ્થકને પ્રસ્થક કહે છે, જુસૂત્રવાદી તે ધાન્ય અપાતી વખતે જ (એટલે માપવાના ઉપયોગમાં આવી શકે એવા પ્રસ્થકને) પણ પ્રસ્થક કહે છે, અને મપાયેલા ધાન્યને પણ પ્રસ્થક કહે છે, અને ત્રણ શબ્દનયો તો પ્રસ્થકના અર્થાધિકારના જ્ઞાનીને અને તે જ્ઞાનમાં ઉપયોગવાળા જીવોને પ્રસ્થક કહે છે.
૩. અહીં ગ્રામ એટલે ૬ દ્રવ્યોનો પ્રદેશસમૂહ અર્થ જાણવો, તે સંબંધમાં નૈગમાદિ નયોની ઘટના શ્રી અનુયોગદ્વારમાં
બહુ વિસ્તારવાળી છે, માટે ત્યાંથી જ જાણવા યોગ્ય છે. Jain Education International For Privalo Personal Use Only
www.jainelibrary.org