________________
અવતરણ: પૂર્વ ગાથામાં સંખ્યાન તે ગુણનિષ્પન્ન ભાવપ્રમાણ કહ્યું, તે સંખ્યાનપ્રમાણના (સંખ્યાપ્રમાણના) બે ભેદ છે, તે આ ગાથામાં દર્શાવાય છે :
खाणं पुण दुविहं, सुयसंखाणं व गणणसंखाणं । अक्खरपयमाईयं, कालियमुक्कालियं च सुयं ॥ १३५॥
ગાથાર્થઃ વળી સંખ્યાન ભાવપ્રમાણ બે પ્રકારનું છે – ૧. શ્રુતસંખ્યાન, ૨. ગણન સંખ્યાન, ત્યાં અક્ષર, પદ વગેરે તથા કાલિકશ્રુત અને ઉત્કાલિકશ્રુત વગેરે તે શ્રુતસંખ્યા - ભાવપ્રમાણ જાણવું. ૧૩૫॥
ટીાર્થઃ વળી સંખ્યા ભાવપ્રમાણ બે પ્રકારનું છે. ૧. શ્રુતસંખ્યા ભાવપ્રમાણ અને ૨. ગણનસંખ્યા ભાવપ્રમાણ. ત્યાં શ્રુતસાન તે અક્ષર અને પદ વગેરે, અહીં ‘ગર્ફે = આદિ' એ શબ્દથી પર્યાયશ્રુત, સંઘાતશ્રુત, પાદ તથા ગાથા ઇત્યાદિ અનેક શ્રુતભેદનું ગ્રહણ કરવું. જે કારણથી કહ્યું છે કે –
‘સુપરિમાળસંરવા બળે વિહા પન્નત્તા, તં નહીં - પન્નવસંવા, ઝવરસંહા, સંધાયસંવા, પવસંવા, પાયસેવા, માહાસંહા, સિોળસંવા, વેઢયસંવા, નિવ્રુત્તિસંહા, અણુબોમવારસંહા, ઉદ્દેસસંહા, બાયસંરવા, મુયબંધસંવા, ગંગસંવા |
'
[ અર્થ :- શ્રુતપરિમાણસંખ્યા અનેક પ્રકારની કહી છે, તે આ પ્રમાણે – પર્યાયસંખ્યા
અક્ષરસંખ્યા – સંઘાતસંખ્યા – પદસંખ્યા – પાદસંખ્યા – ગાથાસંખ્યા – શ્લોકસંખ્યા – વેષ્ટકસંખ્યા - નિર્યુક્તિસંખ્યા - અનુયોગદ્વારસંખ્યા - ઉદ્દેશસંખ્યા - અધ્યયનસંખ્યા – શ્રુતસ્કંધસંખ્યા - અને અંગસંખ્યા ].
ત્યાં ‘પર્યવ’, ‘પર્યાય' ‘ધર્મ' એ (બધા) એક અર્થ (સમાન અર્થ) વાળા શબ્દો છે, તે પર્યાયરૂપ સંખ્યા તે શ્રુતની અનન્ત જાણવી. કારણ કે બાર વગેરે એકેક અક્ષરના અને તેની અભિધેય જીવાદિ વસ્તુના (અકારાદિ અક્ષરો વડે ઓળખાતી વસ્તુઓના) પ્રત્યેકના અનન્ત અનન્ત પર્યાય છે. એ પ્રમાણે બીજા ભેદોમાં પણ સંખ્યાનો સંબંધ વિચારવો. પરંતુ વિશેષ એ છે કે - શ્રુતને વિષે અાર ાર (A-) વગેરે અક્ષરો સંખ્યાતા જ છે. બે વગેરે અક્ષરોના સંયોગરૂપ સંઘાત તે સંખ્યાતા છે. તથા સુપ્ ́-તિક્` જેને અંતે લાગે તે ‘પદ’. અથવા સિદ્ધાંતમાં ‘પદ’ સંજ્ઞાથી પ્રસિદ્ધ એવાં ‘પદ’, તે પણ સંખ્યાત છે. તથા ગાથાના ચોથા ભાગ રૂપ ‘પાદ’ તે પણ સંખ્યાત છે. તેવી જ રીતે ગાથાઓ સંખ્યાત છે. શ્લોક સંખ્યાત છે, તે પ્રસિદ્ધ જ છે. તથા છંદવિશેષરૂપ વેષ્ટક (એટલે વેષ્ટક છંદ આદિ છંદો) સંખ્યાતા છે. તથા નિક્ષેપનિર્યુક્તિ ઉપોદ્ઘાતનિયુક્તિ અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ, એ પ્રમાણે નિર્યુક્તિ ત્રણ પ્રકારની છે. તથા વ્યાખ્યા કરવાના ઉપાયરૂપ ‘સત્પદપ્રરૂપણા’ વગેરે અથવા ‘ઉપક્રમ’ વગેરે અનુયોગદ્વારો પણ
૩
'
૧. સુવ્ એ નામ શબ્દોને લાગતી વિભક્તિ છે, તે સુવ્ વગેરે વિભક્તિના પ્રત્યયો જેના અન્ને લાગ્યા હોય તેવા
વિભક્ત્યન્ત શબ્દો.
૨. તિક્ એ ધાતુને લાગતી વિભક્તિનો પ્રત્યય છે, તે તિઙ્ગ આદિ પ્રત્યયો જે શબ્દને અન્તે આવ્યા હોય તેવા ધાતુપદો. ૩. એ વગેરે સર્વ ભેદનું વિશેષ સ્વરૂપ શ્રી અનુયોગદ્વારમાંથી જાણવા યોગ્ય છે.
For Privateersonal Use Only
Jain Education International
www.jainelibrary.org