________________
સાગરોપમનું અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમનું પ્રમાણ થાય છે તેનો ભાવાર્થ ઉદ્ધાર સાગરોપમ તુલ્ય જાણવો. પતિ થાર્થ: I૧૨થી.
અવતર: – અહીં શંકા થાય કે – સમય – આવલિકા વગેરે કાળભેદો અહીં પ્રતિપાદન કરવાનો પ્રસંગ આવે છે, અને તે ભેદો તો તમોએ હજી સુધી સાગરોપમ સુધીના જ દર્શાવ્યા, અને સિદ્ધાન્તોમાં તો સીયર સપૂfણ પરિયડ્ડા (સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી અને પુદ્ગલપરાવર્ત) ઈત્યાદિ વચનોથી જ ઉત્સર્પિણી વગેરે પણ તેના જ (કાળના જ) ભેદો સંભળાય છે, તો તે ભેદો અહીં શા માટે કહેવામાં આવતા નથી? એવા પ્રકારની આશંકા કરીને ગ્રંથકર્તા પૂર્વોક્ત કાળભેદોથી બાકી રહેલા અવસર્પિણી આદિ કાળભેદોને પણ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી ઉત્પન્ન થવા યોગ્ય હોવાથી આ ચાલુ પ્રકરણના પ્રસંગમાં જ પ્રતિપાદન કરતા છતા આ બે ગાથાઓ કહે છે :
दस सागरोवमाणं, पुत्राओ हुंति कोडिकोडीओ। ओसप्पिणीपमाणं. तं चेवुस्सप्पिणीए वि ॥१२८॥ ओसप्पिणी अणंता, पोग्गलपरियट्टओ मुणेयव्यो ।
तेऽणंता तीयद्धा, अणागयद्धा अणंतगुणा ।।१२९।। Tથાર્થ: સંપૂર્ણ દશ કોડાકોડી સાગરોપમ થાય, ત્યારે એક અવસર્પિણીનું પ્રમાણ થાય, અને તેટલું જ પ્રમાણ નિશ્ચય ઉત્સર્પિણીનું પણ થાય. ||૧૨૮ તથા અનન્ત ઉત્સર્પિણીનો એક પુદ્ગલપરાવર્ત જાણવો. તેવા અનન્ત પુગલપરાવર્તનો એક અતીત અધ્ધા (ભૂતકાળ)અને અનાગત અધ્ધા (ભવિષ્યકાળ) તેથી અનન્તગુણ જાણવી (અર્થાત્ ભૂતકાળથી અનન્તગુણ ભવિષ્યકાળ છે). ||૧૨૯.
ટીદાર્થ: જ્યારે સૂક્ષ્મ અદ્ધા સાગરોપમોની દશ કોડાકોડી થાય ત્યારે શું થાય? તે કહે છે - પ્રમાણ થાય. કયું પ્રમાણ થાય? તે કહે છે – છ આરાવાળી, કાળવિશેષરૂપ અવસર્પિણીનું પ્રમાણ થાય. અર્થાત્ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમોની દશ કોડાકોડી વડે (૧૦ કોઇ કોઇ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ વડે) બનેલી વસતિ રૂપ કાળવિશેષ જાણવો, તેમજ છ આરાવાળી ઉ1ળીનું પ્રમાણ પણ એટલું જ જાણવું. (એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું પ્રમાણ કહ્યું). ૧૨૮ll
ગોસળિો ઇત્યાદિ પદોનો ભાવાર્થ આ પ્રમાણે – ગાથામાં ગોgિift અવસર્પિણી એ એક જ શબ્દ છે તો પણ તે અવસર્પિણીના ઉપલક્ષણથી ઉત્સર્પિણી પણ ગ્રહણ કરવી, જેથી ઉક્ત પ્રમાણવાળી અવસર્પિણી અને ઉત્સર્પિણી અનન્ત ભેગી થયે જે કાળ પ્રમાણ થાય તે 9 પૂનાનપરાવર્ત જાણવો. તથા તેવા અનન્ત પુદ્ગલપરાવર્ત મળીને 9 તીત ઉદ્ધી થાય, અર્થાત્ અનન્ત પુદ્ગલપરાવર્તનો એક અતીતકાળ છે. તથા અતીતકાળની અપેક્ષાએ અનન્તગુણ સનાત દ્ધ એટલે ભવિષ્યકાળ જાણવો. વળી અહીં, વર્તતા એક સમયનો વર્તમાન દ્ધા પણ જાણવી અને તે એક વર્તમાન સમયનું પ્રમાણ તો “કાતો પરમનિરુદ્ધ વિમા તુ નUિT ૧. અર્થાતુ ૧૨૩મી ગાથામાં જેમ કહ્યું છે કે – દશ કોડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમનો ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ અને દશ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે, તેમ ૧૦ કોડાકોડી બાદર અદ્ધા. પલ્યોપમનો ૧ બાદર અદ્ધા સાગરોપમ થાય, અને ૧૦ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનો ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે - તે તાત્પર્ય.
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org