________________
पलिओवमं च तिविहं, उद्धारद्धं च खेत्तपलियं च ।
एक्केकं पुण दुविहं, बायरसुहुमं च नायव्वं ॥११७॥ મથાર્થ: ઉદ્ધારપલ્યોપમ, અદ્ધાપલ્યોપમ, અને ક્ષેત્રપલ્યોપમ એ પ્રમાણે પલ્યોપમના ત્રણ પ્રકાર છે અને તે એકેક પ્રકાર પુનઃ બાદર અને સૂક્ષ્મ એમ બે બે પ્રકારનો જાણવો. (જેથી પલ્યોપમ ૬ પ્રકારના છે). /૧૧થી
| ૩ પ્રકારના પલ્યોપમનું સ્વરૂપ છે ટીછાર્થ: ધાન્યના પલ્ય સરખો તે પૂર્વે કહેવાય, કે જેનું સ્વરૂપ આગળની અનન્તર ગાથામાં જ (૧૧૮મી ગાથામાં) કહેવાશે, તેવા પલ્યની ઉપમા જે કાળને અપાય છે તે કાળ પત્યોપમ કહેવાય. અને તે ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧. ઉદ્ધારપલ્યોપમ, બીજો અદ્ધાપલ્યોપમ, અને ૩. ક્ષેત્રપલ્યોપમ. ત્યાં આગળ કહેવાશે તેવા સ્વરૂપવાળા વાતાગ્રોને અથવા તે વાલાઝના ખંડોને, અથવા તે દ્વારા તપ-સમુદ્રોને ઉદ્ધરવા એટલે અપહરવા, તે ઉદ્ધાર કહેવાય, તેવા પ્રકારના ઉદ્ધારના વિષયવાળો, અથવા ઉદ્ધારની મુખ્યતાવાળો જે પલ્યોપમ તે ઉદ્ધરપન્યોપમ કહેવાય. ઉદ્ધા એટલે કાળ, અને તે અહીં વૃત્તિમાં આગળ કહેવાતા સ્વરૂપવાળા વાલાગ્રોનો અથવા તે વાલાઝના ખંડોનો દરેકનો સો સો વર્ષરૂપ ઉદ્ધાર કાળ ગ્રહણ કરાય છે. અથવા ચાલુ વિષયમાં કહેવાતો જે અદ્ધાપલ્યોપમ, તે વડે પરિછેદ્ય-જાણવા યોગ્ય (પ્રમાણ કરવા યોગ્ય) જે કાળ તે દ્ધા, અને તેવા પ્રકારની અદ્ધાની મુખ્યતાવાળો અથવા અદ્ધાના વિષયવાળો જે પલ્યોપમ તે ઉદ્ધાપજ્યોપમ.
તથા ક્ષેત્ર એટલે આકાશ, તેના ઉદ્ધારના વિષયવાળો જે પલ્યોપમ તે ક્ષેત્રપજ્યોપમ (અર્થાત્ આકાશપ્રદેશોને અપહરવાના વિષયવાળો ક્ષેત્રપલ્યોપમ છે). એ ત્રણ પ્રકારના પલ્યોપમમાંનો પુનઃ દરેક પલ્યોપમ આગળ કહેવાશે તેવા સ્વરૂપે બાદર અને સૂક્ષ્મ એમ બે બે પ્રકારનો છે. ઇતિ ગાથાર્થ. ./૧૧થી
અવતર: [પૂર્વ ગાથામાં ત્રણ પ્રકારના પલ્યોપમ કહ્યા, પરંતુ] પલ્ય તે કેવા સ્વરૂપવાળો છે કે જેની ઉપમા પલ્યોપમ રૂપ કાળમાં અપાય છે? તે કહે છે :
जं जोयणवित्थिण्णं, तं तिउणं परिरएण सविसेसं । तं चेव य उव्विद्धं, पल्लं पलिओवमं नाम ॥११८॥
થાર્થ: જે એક યોજનના વિસ્તારવાળો છે, અને તે પુનઃ ત્રણ ગુણથી વિશેષ પરિધિયુક્ત છે, અને ૧ યોજન ઉધ-ઊંડાઈવાળો છે, એવો જે પલ્ય તે અહીં પલ્યોપમના વિષયમાં ઉપમાવાળો (ઉપમાન) છે. [૧૧૮
ટાર્થ: ગાથામાં “નામ” એ પદ શિષ્યના કોમલ-મૃદુ આમંત્રણ માટે છે, એટલે “હે શિષ્ય !” એવા સંબોધનવાળો છે). તથા પત્નિઓવમ એ શબ્દ વિભક્તિના ફેરફારવાળો હોવાથી સપ્તમી વિભક્તિવાળો જાણવો (અર્થાત્ પ્રથમા વિભક્તિ છે તે સાતમી વિભક્તિના અર્થમાં જાણવી), તેમજ પર્ફે ઈત્યાદિ શબ્દોમાં પણ લિંગનો વ્યત્યય હોવાથી પુલિંગના અર્થમાં નપુંસક લિંગ જાણવું. અને તેથી પત્તિવમે = પલ્યોપમના વિષયમાં – સંબંધમાં ધાન્યના પલ્પ સરખો
Jain Education International
For Privatletersonal Use Only
www.jainelibrary.org