________________
પુનઃ પણ અહીંથી આગળ એકેક રસાવિભાગ અધિક પરમાણુઓ પ્રાપ્ત થતા નથી, પરન્તુ સર્વ જીવથી અનન્તગુણ અધિક રસવાળા જ પરમાણુઓ પ્રાપ્ત થાય છે, માટે ત્યાંથી પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે જ પુનઃ ત્રીનું સ્પર્ધા પ્રારંભવું. પુનઃ એજ પધ્ધતિએ ચોથું સ્પર્ધક, એ પ્રમાણે યાવત્ અનન્ત રસસ્પર્ધકો પ્રાપ્ત થાય છે.
એ રસસ્પર્ધકોમાં રસ બે પ્રકારનો હોય છે. શુભ અને અશુભ રસ. જ્યાં શુભ પ્રકૃતિઓનો રસ તે શુમરસ, અને અશુભ પ્રકૃતિઓનો રસ તે શુમરસ. ત્યાં શુભ રસ ગાયના દૂધ - શેરડીનો રસ વિગેરેના રસ સરખો હોય છે, માટે તે દૂધ સરખા દ્રષ્ટાંતથી જ કર્મનો રસ પણ વિચારવો. તે આ પ્રમાણે – જેમ ભેંસ વિગેરેનું દૂધ અને શેલડી વિગેરેનો રસ કે ઉકાળ્યા વિનાનો સ્વાભાવિક હોય તે પ્રસ્થાનિવ રસ એવા નામને યોગ્ય છે. અને એજ સ્વાભાવિક રસમાં પાછળથી પાણીનો અંશ, પાણીનું બિંદુ, અર્ધ ચલુ પ્રમાણ પાણી, ચુલુક (ચળ) જેટલું પાણી, પસલી જેટલું પાણી, ખોબા જેટલું પાણી, કરક (માપ વિશેષ) જેટલું પાણી, કુંભ જેટલું પાણી, દ્રોણ જેટલું પાણી, ઈત્યાદિ પ્રમાણનું પાણી પ્રક્ષેપ્યું હોય તો તેના સંબંધથી તે એકસ્થાનિક રસ પણ મન્દ-મન્દતર-મન્દતમ ઈત્યાદિ અનેક ભેદની તરતમતાવાળો થાય છે તેવી રીતે શુભ પ્રકૃતિઓ સંબંધિ કોઈ તથા પ્રકારનો શુભ રસ (એટલે સ્વાભાવિક શુભ રસ) એકસ્થાનિક કહેવાય છે. તે જ રસ પોતાના કારણભૂત અધ્યવસાયોની વિચિત્રતાથી મંદ-મંદતર ઈત્યાદિ અનેક ભેદવાળો થાય છે. તથા તે જ સ્વાભાવિક રસને ઉકાળીને અર્ધ પ્રમાણનો રાખે ત્યારે તે અધિક મધુર રસ કિંથાનિજ કહેવાય છે. પુનઃ એ જ રસમાં જળનો અંશ, જળનું બિંદુ, અર્ધચુલુક જળ, ખોબો જળ, કરક જળ, કુંભ જળ, અને દ્રોણ જળ ઈત્યાદિ પ્રમાણવાળા જળના સંબંધથી તે ક્રિસ્થાનિષ્ઠ રસ પણ મન્દ-મન્દતર ઈત્યાદિ અનેક ભેદવાળો થાય છે. એ પ્રમાણે શુભ પ્રકૃતિનો રસ પણ કોઈક અધિક મધુરતાવાળો તે દ્રિસ્થાન કહેવાય છે, અને પોતાના કારણભૂત અધ્યવસાયોની વિચિત્રતાથી મન્દ-મન્દર ઈત્યાદિ અનેક ભેદવાળો થાય છે. તથા તે જ ક્ષીર અથવા શેલડી આદિના રસને ઉકાળીને બે ભાગ જેટલો બાળીને એક ભાગ જેટલો રાખે તો તેવા પ્રકારની અત્યંત મધુરતાવાળો તે રસ ત્રિસ્થાનરસ કહેવાય, અને એ જ રસ પુનઃ જળનો અંશ, બિન્દુ આદિ પ્રક્ષેપવાથી મન્દ-મન્દતર ઈત્યાદિ અનેક ભેદવાળો થાય છે. તે પ્રમાણે શુભ પ્રકૃતિનો પણ તેવા કોઈ પ્રકારનો રસ જે અતિઘણો મધુર હોય છે, તે ત્રિસ્થાન રસ કહેવાય છે, અને પોતાના કારણભૂત અધ્યવસાયોની વિચિત્રતાથી એ જ રસ મદ-મન્દતરાદિ અનેક વિચિત્રતા પામે છે. તથા તે જ ક્ષીર અથવા શેલડી વિગેરેના રસને ઉકાળીને ત્રણ ભાગ જેટલો બાળી એક ભાગ જેટલો રાખે તો અતિશય ઘણો મધુર એવો તે રસ વત: સ્થાનિક રસ કહેવાય, અને એજ ચતુઃસ્થાની રસ જેમ જળનો લવ, બિંદુ, ચુલુ આદિ પ્રક્ષેપવાથી મન્દ-મન્દતર ઈત્યાદિ રીતે જુદા જુદા પ્રકારનો થાય છે, તેમ શુભ પ્રકૃતિનો પણ કોઈ તેવા પ્રકારનો અતિશય ઘણો મધુર રસ તે તુ:સ્થાનિરસ કહેવાય, અને પોતાના કારણભૂત અધ્યવસાયોની વિચિત્રતાથી એ જ રસ પુનઃ અનેક પ્રકારની વિસદૃશતા (વિચિત્રતા) પામે છે - અનુભવે છે. એ પ્રમાણે શુભ પ્રકૃતિના રસની ભાવના (સ્વરૂપ વિચારણા) કરી. (હવે
૧. અર્થાત ૧/૩ (એક તૃતીયાંશ) રાખે. ૨. અર્થાત્ ૧/૪ (એક ચતુથશ) એટલે ચોથા ભાગ જેટલો રાખે.
Jain Education International
૧૧૮ For Private & Personal Use Only
www.jainelibrary.org