SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તે દ્રવ્ય લેશ્યાઓ જ જાણવી. પરન્તુ ભાવલેશ્યાની અપેક્ષાએ તો દરેક નારકને તથા દરેક દેવને છ એ છ પણ સંભવે છે, તે વાત દર્શાવવાને અર્થે આ આગળની રેવાળ ઈત્યાદિ પદોવાળી ૭૪મી ગાથા કહેવાય છે : देवाण नारयाण य, दव्वल्लेस्सा हवंति एयाओ । ભાવરિત્તીણ ૩૫, નૈરડ્ય-સુરાળ છહેસા ||૭૪|| ગાથાર્થ: યાડ્યો એ પૂર્વે જે લેશ્યાઓ દેવોને તથા નારકોને (જુદી જુદી રીતે) કહી તે દ્રવ્યલેશ્યાઓ જાણવી, પરન્તુ ભાવપરાવૃત્તિ વડે તો સર્વ નારકોને તથા સર્વ દેવોને પ્રત્યેકને ૬-૬ લેશ્યાઓ હોય છે. [૭૪] વ્યાવાર્થ: દેવોને તથા નારકોને વાગો = એ પૂર્વે જે યથાસંભવ લેશ્યાઓ કહી, તે તો દ્રવ્યલેશ્યાઓ જ જાણવી, અર્થાત્ તે તો દ્રવ્યલેશ્યા જ છે. પરન્તુ માવસ = લેશ્યાદ્રવ્યોના આલંબનવાળા ચિત્તના અધ્યવસાયની પત્તીણ = પરાવર્તનાથી નારકોને તથા દેવોને સર્વને પ્રત્યેકને છ એ લેશ્યાઓ હોય છે, એમ જાણવું. અહીં તાત્પર્ય આ છે કે – તેશ્યા શબ્દની વ્યાખ્યા કરતાં ‘શુભ કે અશુભ પરિણતિ વિશેષ તે લેશ્યા' એમ કહેલું છે. અને તે પરિણામવિશેષને ઉત્પન્ન કરનાર એવાં અને સર્વ કર્મોના નિસ્યંદરૂપ એવાં દ્રવ્યો પ્રાણીઓની પાસે હમેશાં છે, એ વાત પણ પૂર્વે કહેવાઈ જ ગઈ છે. ત્યાં કૃતેશ્યા રૂપ પરિણામને ઉત્પન્ન ક૨ના૨ દ્રવ્યો વળથી અંજનરાશિ (કાજળના સમૂહ) સરખા કૃષ્ણ વર્ણવાળાં છે. ગંધથી મરેલા પશુ આદિકના મડદાના કલેવરના અશુભ ગંધથી પણ અનંતગુણ અશુભ ગંધવાળાં છે. રસથી = કડવી તુંબડી – લીંબડો અને રોહિણીના રસથી પણ અનંતગુણ કડવા રસવાળાં છે. સ્પર્શથી કરવતના સ્પર્શથી પણ અનન્તુગણ કર્કશ સ્પર્શવાળાં છે. | કૃતિ હ્રાભેશ્યાદ્રવ્યસ્ય વર્ષાવયઃ ।। - નીતજ્ઞેશ્યાનાં દ્રવ્યો કે જે નીલ લેશ્યાનો પરિણામ ઉત્પન્ન કરનાર છે, તે વર્ણથી ચાસ પક્ષીનાં પીંછાં તથા વૈસૂર્યરત્ન તેના સ૨ખા વર્ણવાળાં છે. ગંધથી કૃષ્ણલેશ્યાના દ્રવ્ય સરખાં છે, પરન્તુ તેથી કંઈક શુભ ગંધ જાણવો. રસથી ત્રિકટુ તથા ગજપીપરના રસથી પણ અનન્તગુણ તીખા રસવાળાં, અને સ્પર્શથી ગાયની જીભના સ્પર્શથી પણ અનન્તગુણ કર્કશ સ્પર્શવાળાં છે. || કૃતિ નીતજ્ઞેશ્યાદ્રવ્યસ્ય વૈવિય : || છાપોતજ્ઞેશ્યા-રૂપ પરિણામ ઉત્પન્ન કરનાર દ્રવ્યો વર્ણથી તિલકંટક વૃક્ષ, કોયલનું શરીર તથા પારેવાની ગ્રીવા એ ત્રણના વર્ણ સરખા વર્ણવાળાં, ગંધથી નીલલેશ્યા સરખા ગંધવાળાં, પરન્તુ તેથી આ દ્રવ્યો કંઈક અધિક શુભ ગંધવાળાં જાણવાં; રસથી અતિ ન્હાનું આમ્રફળ (મરવો), તુવર, અને કવિઠ (કોઠું) એ ત્રણેના રસથી પણ અનંતગુણ અશુભ ૨સવાળાં; અને સ્પર્શથી સાગવૃક્ષના પત્રના સ્પર્શથી પણ અનન્તગુણ કર્કશ સ્પર્શવાળાં છે ।। તિ कापोतले श्याद्रव्यस्य वर्णादयः || તેનોìશ્યારૂપ પરિણામને ઉત્પન્ન કરનારાં દ્રવ્યો વર્ઘાથી હિંગલોક-પ્રવાલ- સૂર્ય-પોપટની ચાંચ અને દીપકની શિખા સરખા વર્ણવાળાં છે; ગંધથી સુગંધી પુષ્પ અથવા મૃદ્યમાન (= મસળાતા) ગન્ધદ્રવ્ય સરખા સુરભિગંધયુક્ત છે; રસથી પરિપક્વ આમ્રફળ તથા પરિપક્વ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only १०८
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy