SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શેષ ગુણસ્થાનો નહિ. કારણ કે એ શ્રમણો ચારિત્રગુણયુક્ત હોવાથી તેઓમાં મિથ્યાદૃષ્ટિ આદિ (પૂર્વનાં) ગુણસ્થાનોનો અભાવ છે. અને બે શ્રેણિમાંની કોઈપણ શ્રેણિ પ્રારંભનાર હોવાથી (પછીનાં) અપૂર્વકરણાદિ ગુણસ્થાનોનો અભાવ છે. તથા કષાયકુશીલ શ્રમણોમાં તો પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદરjપરાય, સૂક્ષ્મસંપરાય એ ૫ ગુણસ્થાનો હોય છે. જેનું કારણ તો ઘણું ખરું પૂર્વે કહેવાઈ ગયું છે. તથા નિગ્રંથમાં ઉપશામોહ અને ક્ષીણમોહ એ બે ગુણસ્થાન હોય છે, અને સ્નાતકને સયોગિકેવલી તથા અયોગિકેવલી એ ૨ ગુણસ્થાન હોય છે. એ પ્રમાણે સામાયિક-છેદોપસ્થાન ઈત્યાદિ ભેદ ૫ પ્રકારનો સંયમ કહ્યો, તેમજ પુલાક આદિ શ્રમણના ભેદે પણ ચારિત્રપરિણામરૂપ ૫ પ્રકારનો સંયમ કહ્યો. અને તે પ્રત્યેક ચારિત્રમાં (એટલે સામાયિકાદિ ભેદમાં તથા પુલાક આદિ શ્રમણભેદમાં) ગુણસ્થાનરૂપ જીવસમાસનો વિચાર પણ કહ્યો, જેથી સંયમદ્વાર સમાપ્ત થયું. //૬ ૮. નવતર : પૂર્વ ગાથામાં સંયમદ્વાર કહીને હવે ટર્શન દ્વાર કહીને તેમાં ગુણસ્થાનરૂપ જીવસમાસ કહે છે. તે આ પ્રમાણે : चउरिदियाइ छउमे, चक्खु अचक्खू य सव्व छउमत्थे । सम्मे य ओहिदंसी, केवलदंसी सनामे य ।६९।। થાર્થ ચક્ષુદર્શન ચતુરિન્દ્રિયાદિ છદ્મસ્થ જીવોને હોય, (એટલે ચતુરિન્દ્રિયના મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનથી પ્રારંભીને સંશિ પંચેન્દ્રિયના બારમા ગુણસ્થાન સુધી હોય). અને અચક્ષુદર્શન સર્વ છદ્મસ્થને (એકેન્દ્રિયાદિના મિથ્યાદૃષ્ટિથી સંગ્નિ પંચેન્દ્રિયના બારમા ગુણ) સુધી) હોય, અવધિદર્શન સમ્યગ્દષ્ટિ છબસ્થને હોય (૪થી બારમા સુધી હોય), અને કેવલદર્શન પોતાના નામવાળા (સયોગિકેવલી – અયોગિકેવલિરૂપ બે) ગુણસ્થાનમાં હોય. //૬૯ - વ્યારબાઈ: અહીં ચક્ષુદર્શન-અચક્ષુદર્શન-અવધિદર્શન - કેવલદર્શન એમ ૪ પ્રકારનાં દર્શન છે, આ ૪ દર્શન અતિપ્રસિદ્ધ હોવાથી સૂત્રકર્તાએ તેનું સ્વરૂપ (ગાથા દ્વારા) કહ્યું નથી, તે કારણથી શિષ્યજનના ઉપકાર માટે અમો જ તેનું કિંચિત્ સ્વરૂપ કહીએ છીએ, તે આ પ્રમાણે જેના વડે દૃશ્યતે = દેખાય તે ટુર્શન, અથવા દૃષ્ટિ તે દર્શન; અર્થાત્ સામાન્ય અને વિશેષ એ ઉભય - ધર્માત્મક વસ્તુમાં સામાન્યધર્મગ્રાહી બોધ તે ટન. જેમ વન, સેના, ગામો, નગર ઈત્યાદિ. ત્યાં ચક્ષુ વડે વસ્તુના સામાન્ય ધર્મના પ્રહણરૂપ બોધ તે 9. વક્ષન. અચક્ષુ વડે એટલે ચક્ષુ સિવાયની શેષ ૪ ઇન્દ્રિયો વડે અને મન વડે પૂર્વોક્ત સ્વરૂપવાળું (સામાન્યધર્મગ્રાહી બોધરૂપ) દર્શન તે ૨. સવદર્શન. ચક્ષુ આદિ ઇન્દ્રિયોના સમૂહથી નિરપેક્ષ (અપેક્ષારહિત) બોધરૂપ જે અવધિ એ જ દર્શન એટલે વસ્તુના સામાન્ય ધર્મનું ગ્રહણ તે રૂ. ૩ વધયર્શન. અથવા, રૂપી દ્રવ્યને જ ગ્રહણ કરવા (જાણવા) રૂપ જે મર્યાદા તે અવધિ. અને તેવા અવધિ વડે જે દર્શન તે અવધિદર્શન. પૂર્વે કહેલા શબ્દાર્થવાળું “કેવલ', અને તે કેવલ વડે જે યથોક્ત સ્વરૂપવાળું દર્શન તે) વર્તન. એ પ્રમાણે સ્વરૂપથી ચારે દર્શન કહ્યાં, (એટલે ચારે દર્શનનું સ્વરૂપ કહ્યું). હવે તે દર્શનમાં ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ વિચારવાના છે, અને તે પ્રસ્તુત Jain Education International For Private 100onal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy