________________
એ કષાયકુશીલ પણ ક્રોધ-માન-માયા-લોભ એ ચારે કષાયમાં વર્તે છે. પરન્તુ (શ્રેણિ પ્રાપ્ત થયે) ક્રોધનો ક્ષય થાય અથવા ઉપશમ થાય તો માન-માયા-લોભ એ ૩ કષાયમાં વર્તે છે. માનનો ક્ષય વા ઉપશમ થયે માયા અને લોભ એ ર કષાયમાં વર્તે છે. માયાનો ક્ષય વા ઉપશમ થયે કેવળ લોભ કષાયમાં વર્તે છે. તે કારણથી એટલું સિદ્ધ થયું કે પુલાક, બકુશ અને કુશીલ મુનિઓ તો કષાયવાળા જ હોય છે. કારણ કે અકષાયપણું પ્રાપ્ત થયે તો નિગ્રંથ અને સ્નાતકપણું પ્રાપ્ત થાય છે.
છ૩માં ય = અહીં છઉમા = છદ્મસ્થ શબ્દ વડે નિગ્રંથ શ્રમણો જ ગ્રહણ કરવા. કારણ કે આ ગાથામાં કહેલા શ્રમણોના સ્વરૂપના ક્રમ પ્રમાણે કુશીલનું સ્વરૂપ પૂર્ણ થયાથી હવે કુશીલ પછીના નિગ્રંથ શ્રમણો અહીં “છઉમ' શબ્દ વડે જાણવા. તે નિગ્રંથ શ્રમણો કેવા પ્રકારના હોય છે. તે કહેવાય છે : વિરામ = વિપતિઃ એટલે ક્ષય પામ્યો છે અથવા ઉપશાન્ત થયો છે, માયા અને લોભરૂપ RTI : = રાગ જેઓનો તે વિરાગ = રાગરહિત એવા નિર્ચન્થો કહેવાય. અથવા (વિરાગના ઉપલક્ષણથી) વિગતષ = દ્વેષરહિત એવા વિશેષણવાળા પણ નિર્ગથ શ્રમણ કહેવાય. કારણ કે પ્રથમ ક્રોધ અને માન એ બે કષાયરૂપ બનો ઉપશમ અથવા ક્ષય થાય ત્યારબાદ જ માયા તથા લોભનો ક્ષય થાય છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે. (અર્થાત્ પ્રથમ ટ્વેષનો ક્ષય વા ઉપશમ થયા બાદ જ રાગનો ક્ષય વા ઉપશમ થાય છે, જેથી વિરાગ એ વિશેષણ વડે વીતદ્વેષ એ વિશેષણ પણ અવશ્ય જાણવું.), એથી એ વાત સિદ્ધ થઈ કે – નિગ્રંથો તો સર્વથા કષાયરહિત જ હોય, અને સ્નાતક શ્રમણો તો કેવલિભગવંતો જ જાણવા.
અહીં તાત્પર્ય એ છે કે કેવળ કષાયનો અભાવ થયે સ્નાતકપણું ન થાય, પરન્તુ સ્નાતકોમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ અભાવ હોય છે. આ ગાળામાં સ્નાતકો છે કે કહ્યા નથી તો પણ અધ્યાહારથી ગ્રહણ કરવા. કારણ કે બીજા મુનિઓને કેવલિપણાનો અસંભવ છે. (અર્થાતુ ગાથામાં કહેલા વિરીય પદથી નિગ્રંથ અને સ્નાતક એ બન્ને પ્રકારના શ્રમણો જાણવા). એ પ્રમાણે તુલાદંડ'ના ન્યાય વડે મધ્યગત કષાયદ્વારનું ગ્રહણ કરવાથી શેષ પહેલાનાં તથા પછીનાં (કખાયદ્વારથી પહેલાનાં દ્વારો તથા કષાયદ્વાર પછીનાં) દ્વારો કે જે ભગવતીજીમાં કહ્યા છે તે સર્વ અહીં ગ્રહણ કર્યા જાણવાં, અને તે દ્વારોમાનાં કેટલાંક દ્વારા પૂર્વે વૃત્તિને વિશે (આ ચાલુ વ્યાખ્યામાં) પુલાક આદિ શ્રમણોને વિશે વિચાર્યા, અને નહિ કહેલાં શેષ દ્વારો તો શ્રીભગવતીજીમાં કહ્યા પ્રમાણે પોતે પણ વિચારવાં. એ પ્રમાણે આ ૬૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૬૮
(હવે આ સંયમ સંબંધિ વર્ણનનો ઉપસંહાર આ પ્રમાણે ).
એ પ્રમાણે પૂર્વ ગાથામાં (તથા વ્યાખ્યામાં) પુલાક આદિ શ્રમણોનું સ્વરૂપ કહેવાથી તે પુલાકાદિકના ચારિત્રરૂપ આત્મપરિણામ પણ સંયમ છે, એમ દર્શાવ્યું. હવે એ પુલાક આદિના સંયમમાં પણ ગુણસ્થાનકરૂપ જીવસમાસ વિચારવાના છે. ત્યાં સંયમ નિરાધાર (આશ્રયરહિત) હોય નહિ, તે દૃષ્ટિએ તે સંયમનો આધાર પુલાક આદિ શ્રમણો જે ચાલુ વિષયમાં કહ્યા તે જ છે. માટે તે પુલાક આદિ શ્રમણોમાં જ ગુણસ્થાનનો વિચાર કરાય છે. તે આ પ્રમાણે : ત્યાં પુલાક-બકુશ-પ્રતિસેવાકુશીલ એ ૩ શ્રમણોને પ્રમત્ત તથા અપ્રમત્ત એ બે ગુણસ્થાન હોય છે, ૧. તુલાદંડ = ત્રાજવાની દાંડીનો મધ્યભાગ ગ્રહણ કર્યાથી તેની બન્ને બાજુના સર્વ ભાગ ઉચકાય છે તેમ.
Jain Education International
For Privateelersonal Use Only
www.jainelibrary.org