SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આજ પૂજ્યશ્રીની ઉંમર લગભગ ૯૦ વર્ષ આસપાસ થઈ છે. છતાં બિલકુલ ટેકા વગર જ બેસે છે. જીવનમાં નવલાખ નવકારમંત્રનો જાપ કરી સંયમજીવન દીપાવી રહ્યાં છે. શિષ્યા-પ્રશિષ્યાઓનો પરિવાર વધતાં તેઓશ્રી સૌના દાદી મ. સા. બન્યાં. અનેક ભાવિકો તેમના નિસ્વાર્થ ઘર્મપ્રેરણાથી રંગાઈને તેમના ગુણાનુરાગી બન્યા. દરેકને પ્રેરણા કરી પોતે આજે અનેક સુકૃત્યનાં કાર્યો કરી રહ્યાં છે ને કરાવી રહ્યાં છે. વિ. સં. ૨૦૩૪માં મધુપુરીમાં જ પૂજ્યપાદ નીડરવક્તા આચાર્યદેવેશ શ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૩૧ છોડનું ભવ્ય ઉજમણું કરાવ્યું. પાલીતાણા, કદંબગિરિ, અમદાવાદ, મહુવા, મેંદરડા વગેરે જુદા જુદા સ્થળોએ પ્રતિમાજી પધરાવ્યા છે. ઝાંઝમેર ગામના પ્રાચીન જિનાલયનો જીર્ણોદ્ધાર માટે જુદા જુદા શ્રી સંધોને ઉપદેશ આપી સારી રકમ અપાવી જિનભક્તિ કરાવી. જીવસમાસ - કર્મપ્રકૃતિ તથા પાઈય વિજ્ઞાણગાહા વગેરે પુસ્તકોના પ્રકાશન કરવા દ્વારા અપૂર્વ જ્ઞાનભક્તિ કરી ને કરાવી છે. વિ. સં. ૨૦૪૫માં પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ. સા.ની નીશ્રામાં ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની આંતરિક ભાવનાનુસાર મહાસુ. ૧૩ના શ્રી જીવિતસ્વામીના જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે મહુવા શ્રીસંઘના કાયમી સ્વામિવાત્સલ્ય માટે ગુણાનુરાગી મહાનુભાવો તરફથી માતબર રકમ અનામત મૂકાવી છે. તેમની નિશ્રામાં સં. ૨૦૪૬ના વૈશાખ સુ. ત્રીજના સા. રત્નયશાશ્રીજીને વર્ધમાનતપની ૧૦૦મી ઓળી તથા સા. હર્ષપૂર્ણાશ્રીજીને સળંગ પ૦૦ આયંબિલ તેમજ બીજાં સાધ્વીજીઓને વરસીતપ-ધર્મચક્રતપ-વર્ધમાનતપ આદિના પારણા પ્રસંગે પૂ. શાસનસમ્રાટશ્રીની સંયમશતાબ્દી નિમિત્તે ઉજવાયેલ અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ લાભ લેવાયો. મહુવાની ભોજનશાળા તેમજ વલ્લભીપુરમાં અને માંગરોળમાં પૂ. સાધુ-સાધ્વીજી મ. આદિ ચતુર્વિધ શ્રી સંઘભક્તિ યોજનામાં પણ યથાશક્તિ લાભ તેમના ઉપદેશથી ભાવિકોએ લીધો છે. આ રીતે તેમની પ્રેરણાથી જિનભક્તિ-જ્ઞાનભક્તિ જીવદયા તથા વૈયાવચ્ચ આદિ કાર્યો થયાં છે. તેઓશ્રીના શુભાશીર્વાદથી જ સા. લક્ષગુણાશ્રીજી એ “બીમલ” ગામમાં તેમજ સા. વિશ્વદર્શિતાશ્રીજીએ જોધપુરમાં ૪૫ ઉપાવસની ઉગ્ર તપશ્ચર્યા કરી. અને સા. લલિતયશાશ્રીજીને સળંગ પાંચ વર્ષથી નિર્વાણ કલ્યાણકનો તપ ચાલી રહેલ છે. શાસનદેવ આપશ્રીને દીર્ધાયુ બનાવે નિરોગિતા અર્પે એજ અંતરેચ્છા. અપૂર્વ આરાધના દ્વારા આપ શીઘ્રમેવ સિદ્ધિને પ્રાપ્ત કરો. લિ. શશી પ્રભાશ્રીજી આદિ શિષ્યા પ્રશિષ્યા પરિવાર. Jain Education International For Privatpersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy