SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથપ્રકાશનમાં નિમિત્તરૂપ સાધ્વી શ્રી વિદ્યુત્પ્રભાશ્રીજી મ.સા.ની જીવનઝલક આસન્ન ઉપકારી, વર્તમાન ચરમતીર્થપતિ શ્રીમહાવીરસ્વામીની હયાતિમાં નંદીવર્ધન-ભાઈએ ભરાવેલ જીવિતસ્વામીની પ્રતિમા જ્યાં જળહળી રહી છે, શાસનપ્રભાવક જાવડશા-ભાવડશા ને જગડ જેવા ભડવીર શ્રદ્ધાલુ શ્રાવકોની સ્મૃતિ કરાવતી, શાસનસમ્રાટ સૂરિચક્રચક્રવર્તિ શ્રી નેમિસૂરિ મ. સા. જેવી વિરલવિભૂતિથી ઓપતી, અનેક ભવ્યાત્માઓને પ્રવજ્યાનો પયગામ દેતી, ચોમેર નાળિયેરીથી શોભતી ને સૌરાષ્ટ્રના કાશ્મીર સમાન એવી મધુપુરી નગરી... વિલાસી આત્માને વિરાગની વાતો સમજાતી નથી. તે દુઃખને સુખ માને છે ને ખોટાને સાચું માને છે. આવા આત્માઓને પ્રેરણાના પીયૂષપાન કરાવવા માટે જ્ઞાનીઓએ મહાપુરુષો, મહાસતીઓ શ્રમણ ભગવંતો તથા શ્રમણીઓના જીવન આલેખ્યા છે. આવી પ્રેરણાના પીયૂષપાન અમે અમારા પૂ. દાદીગુરુ મ. શ્રી વિદ્યુત્પ્રભાશ્રીજી મ.ના જીવનમાં નીરખ્યાં. મધુપુરીમાં સુપ્રસિદ્ધ શ્રેષ્ઠિવર્ય પદ્મા તારાનું નામ પ્રખ્યાત છે. પદ્મ એટલે પરાગ પ્રસરાવનાર ને તારા એટલે પ્રકાશ પાથરનાર - પદ્મા તારા શેઠે પોતાનાં સુકૃત્યોથી જીવનમાં સુવાસ ફેલાવી છે ને ચોમેર પ્રકાશ પાથર્યો છે. એ પેઢીના વારસદાર માતા વીજીબેન હતાં. પૂ. પાદ શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મ. સા. તેમના સંસારી પક્ષે કાકા હતાં. વીજીબેન પહેલેથી જ ધર્મનિષ્ઠ હતાં. તેમના પતિ ચુનીભાઈ પણ ધાર્મિક ભાવનાવાળા હતા. સાંસારિક સુખ ભોગવતાં વીજીબેનને બે પુત્રી થઈ - મોટી ચંપાબેન ને નાની મંછાબેન. માતાએ બાળપણથી જ તેઓમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું. પરંતુ ચંપાબહેનના ભાગ્યમાં ભોગાવલી કર્મો બાકી હતાં. તેથી તેમને પરણાવ્યાં. ને મંછાબેનના પુણ્યોદયે તેમને સંસાર પ્રત્યે નિર્વેદભાવ જાગ્યો. સમયના વહેણ સાથે ચુનીભાઈ માંદગી ભોગવી પરલોક સિધાવ્યા. વીજીબેનના હૃદયમાં વૈરાગ્યભાવ તો હતો જ, પણ હવે ભાવના પુષ્ટ બની. ઘરમાંથી દરેકની અનુમતિ મેળવી વીજીબેને સં. ૨૦૦૨માં કંદગિરિ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. પૂ. પાદ શાસનસમ્રાટશ્રીના આજ્ઞાવર્તિની વાત્સલ્યવારિધિ પૂ. પાદ દેવીશ્રીજી મ. સા.નાં. શિષ્યા પૂ. સા. વિદ્યુત્પ્રભાશ્રીજી બન્યાં. તેમની પુત્રી મંછાબેન પણ વરઘોડે ચડ્યાં પરંતુ સગાસંબંધીઓએ અનુમતિ ન આપી. વરઘોડેથી ઊતરેલાં મંછાબેને પ્રતિજ્ઞા કરી કે સંયમવેશ પહેર્યા વગર મધુપુરીમાં પગ નહી મૂકું. એ પ્રતિજ્ઞાના બળે મંછાબેનને પણ વૈ.સુ. છઠ્ઠના દિવસે રોહીશાળા મુકામે પૂ. પાદ દેવીશ્રીજી મહારાજે દીક્ષા આપીને પૂ. બા.મ.ના શિષ્યા શશિપ્રભાશ્રીજી મ. તરીકે જાહેર કર્યાં. પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. પ્રકૃતિથી ભદ્રિક ને ઉદાર છે. તેમના નિખાલસ પ્રેમાળ ને મિલનસાર સ્વભાવને લીધે, આવનાર દરેક વ્યક્તિ ૫૨ વાત્સલ્યનો ધો વરસાવવાથી સૌને માટે ‘માતૃવત્સલા’ બન્યાં. તે વાત્સલ્યને પરિણામે શિષ્યા-પ્રશિષ્યાઓની વૃદ્ધિ થવા લાગી. આજે તેઓશ્રીની નિશ્રામાં ૨૮ સાધ્વીજી મ. રત્નત્રયીની નિર્મળ આરાધના કરી રહ્યાં છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy