SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્રતિપક્ષ હોવાથી ૬ પ્રકારનું છે તે આ પ્રમાણે : અનુગામી આદિ અવધિજ્ઞાનના ૬ ભેદ ત્યાં જે સ્થાને રહેલા જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થાનથી અન્ય સ્થાને જતાં પણ ચક્ષુની પેઠે જે અવધિજ્ઞાન પાછળ પાછળ આવે એટલે સાથેનું સાથે જ રહે તે 9. કનુની વધિજ્ઞાન કહેવાય. તથા એક સ્થાને રહેલા દીપકની પેઠે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ સ્થાનથી અન્ય સ્થાને જતાં ત્યાંનું ત્યાં જ રહે છે, અનુગામી અવધિજ્ઞાનનું પ્રતિપક્ષી એવું ૨. કનનુરાની વધિજ્ઞાન કહેવાય. તથા વર્તિતે = ભવપર્યત કાયમ રહે તે અવિચલસ્વરૂપ રૂ. વસ્થિત વિવિજ્ઞાન કહેવાય. એ અવસ્થિત અવધિજ્ઞાન અવસ્થાનવાળું હોય છે, અને તે અવસ્થાન આધારથી-ઉપયોગથી – લબ્ધિથી એમ ૩ પ્રકારે વિચારાય છે. તે આ પ્રમાણે : અવસ્થિત અવધિજ્ઞાનના ૩ અવસ્થાનનો વિચાર ત્યાં પ્રથમ આધાર અવસ્થાન એટલે ક્ષેત્ર અવસ્થાન, અર્થાત્ સાધાર એટલે ક્ષેત્ર. ત્યાં એક જ ક્ષેત્રમાં ૩૩ સાગરોપમ સુધીનું અવસ્થિત અવધિજ્ઞાન અનુત્તર દેવોને હોય છે. તથા ઉપયોગથી અવસ્થિત અવધિજ્ઞાન વિચારીએ તો દ્રવ્યમાં અવધિજ્ઞાનનો ઉપયોગ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી રહે છે, અને પર્યાયમાં તો ઉત્કૃષ્ટથી ૭ અથવા ૮ સમય સુધી સતત અવધિજ્ઞાનોપયોગ રહે છે. અહીં બીજા આચાર્યો એમ કહે છે કે- પર્યાયમાં ૭ સમય સુધી અને ગુણમાં ૮ સમય સુધી ઉપયોગ રહે છે. ત્યાં દ્રવ્યના સહધર્મી જે શુક્લવર્ણ આદિ તે ગુણ, અને ક્રમભાવી જે નવીનતા-પ્રાચીનતા આદિ તે પર્યાય; એ ત્રણે એટલે દ્રવ્ય-ગુણ અને પર્યાય અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર હોવાથી ઉપયોગકાળ પણ અલ્પ, અલ્પતર જાણવો. તથા નધ્ધિથી વસ્થિત અવધિજ્ઞાન, તે અથવા અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ હોય છે. અનવસ્થિત અવધિજ્ઞાનનાં ૩ અનવસ્થાન. (જમ અવસ્થિત અવધિજ્ઞાન ૩ અવસ્થાનવાળું છે તેમ અનવસ્થિત અવધિજ્ઞાન પણ આધાર-ઉપયોગ-લબ્ધિથી ૩ પ્રકારનું છે, તે ત્રણેની અનવસ્થિતતાનું સ્વરૂપ સુગમ છે. તે આ પ્રમાણે) : અવસ્થિત અવધિજ્ઞાનનું પ્રતિપક્ષરૂપ જે અનવસ્થિત અવધિજ્ઞાન એટલે ચલ અવધિજ્ઞાન કે જે અનુત્તર દેવોનું અવધિજ્ઞાન એક સ્થાને સ્થિર રહે છે તેમ સ્થિર રહેતું નથી, પરંતુ અશ્રુતદેવાદિકની પેઠે અન્ય અન્ય ક્ષેત્રોમાં સંચરે છે. તે ક્ષેત્રથી અનવસ્થિત અવધિજ્ઞાન. તથા દ્રવ્યથી દ્રવ્યાન્તરમાં અને પર્યાયથી પર્યાયાન્તરમાં જે શીધ્ર જાય છે તે ઉપયોથી અનવસ્થિત અવધિજ્ઞાન. અને જે અવધિજ્ઞાન પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સંપૂર્ણ કર્યા વિના ચાલ્યું જાય છે, અને પુનઃ ઉત્પન્ન થાય છે તે સર્વ અહીં અનવસ્થિત - ચલ અવધિજ્ઞાન શ્ચિથી અનવસ્થિત અવધિજ્ઞાન કહેવાય. હીયમાન અને વર્ધમાન અવધિજ્ઞાનનું સ્વરૂપ રીયમાન એટલે અનુક્રમે ઘટતું ઘટતું અવધિજ્ઞાન તે રીયમાન ગવધિજ્ઞાન. અહીં પણ For Private Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy