________________
વળી લાંબા સમરસજટિલ વાકયો હશે ત્યાં તેમણે દરેક શબ્દ પૂરો થાય ત્યાં, ઉપરના ભાગમાં ઊભી લીટી મૂકી છે, તે પણ ખાસ નોંધપાત્ર છે. દા.ત. 185માં પૃષ્ઠ ઉપરનું પ્રલંબ સમાસ વાકયઃ પુષિત' વિકાર' શીર્વાદ' વિનય' ઇત્યાદિ.
એક વિદેશી વિદ્વાન પણ, સંસ્કૃત ભાષા માટે અને સંસ્કૃત સાહિત્યના એક ગ્રંથ માટે આટલો બધો મુગ્ધ હોય, અને આવો - વિદેશી માટે તો ભગીરથ જ કહેવાય તેવો - પુરુષાર્થ એના સંપાદન માટે કરી શકે, તો આજે અધ્યયન અને સંશોધનની સામગ્રીઓના અગણિત સ્રોતો વિકસ્યા છે, દિશાઓ ઉઘડી છે, અને સર્વપ્રકારની સવલતો ઉપલબ્ધ છે, ત્યારે આપણા મહાપુરુષોએ લખેલા તેમજ રચેલા મૂલ્યવાન સાહિત્યના અધ્યયન-સંશોધન માટે આપણે સાધુ-સાધ્વીઓ કેટલું બધું કામ - ધારીએ તો - કરી શકીએ ?
આ પુનર્મુદ્રણનું અધ્યયન કરતાં-કરાવતાં કોઇકને પણ આવી પ્રેરણા અને રસ જાગશે, તો આ પ્રયાસ સાર્થક બનશે.
- શીલચંદ્રવિજય જૈન ઉપાશ્રય ભગવાનનગરનો ટેકરો,
તા. ૨૬-૧૦-'૮૮ પાલડી, અમદાવાદ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org