SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) જુદા પ્રકારની કિંમત બતાવી છે. તેઓ વર્તુળાકાર ક્ષેત્રની પરિધિ કાઢવાની રીત બતાવતાં કહે છે કે વિષ્કભને ત્રણ ગુણો કરે અને પછી તેમાં સોળ ગુણ વિષ્કભને ૧૧૩ વડે ભાગતાં જે આવે તે ઉમેરો એટલે વતુળનો પરિધિ આવી જશે. આને સૂત્રાત્મક પદ્ધતિએ નીચે પ્રમાણે લખી શકાય. વિકભ) પરિધિ = ૩ (વિષ્કભ) + ૧૬ : ૧૧૩ આને સાદુરૂપ આપતાં પરિધિ = રૂ૫૬ (વિષ્કભ) આવે છે. આ સૂત્રને અત્યારના પ્રચલિત સૂત્ર પરિધિ = ૨ | ત્રિ સાથે સરખાવતાં T = ૩૫૫ આવે છેઅહીં = 3.1415929 આવે છે. આ ની આ કિંમત ચીનમાં પણ પ્રચલિત હતી પરંતુ એ શક્ય છે કે તેઓએ પણ ની આ કિંમત ભારતીય પરંપરામાંથી લીધી હોય. કદાચ ભારતમાંથી ચીનમાં ગયેલ બૌદ્ધ સાધુઓએ ત્યાં આને પ્રચાર કર્યો હોય તે ના નહીં. ટૂંકમાં પ્રાચીન જૈન પરંપરામાં T ની નીચે પ્રમાણેની ચાર પ્રકારની કિંમત જોવા મળે છે. T = ૩.....(૧) T = /૧૦ = ૩.૧૬૨૨૭૭૬.....(૨) T = ૨૫ = ૩.૧૬૦૪૩૮૨૭૧................(૩) T = ૨૫૫ = ૩.૧૪૧૫૯૨૯...... (૪) આમાંથી પ્રથમ કિમત ઘણું સ્થૂલ છે જેને અત્યારે સ્વીકાર કરવામાં આવતો નથી. આ કિંમત ત્રિલેકસાર ગ્રંથમાં બતાવવામાં આવી છે. બીજી કિંમત પણ ત્રિલેકસારમાં મળે છે. અને તે શ્વેતાંબર પરંપરામાં બધે જ સ્વીકાર્ય છે. ત્રીજી કિંમત પણ ત્રિકસારમાં જ છે. જ્યારે ચોથી કિંમત શ્રી વીરસેનાચાર્ય દર્શાવી છે. - આધુનિક ગણિતમાં T = 3.141592653 આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે વીરસેનાચાર્ય દર્શાવેલ " ની કિંમત દશાંશ ચિહન પછી છ આંકડા સુધી બિલકુલ સાચી છે જૈન પરંપરામાં ની આવી વિભિન્ન કિંમતો અથવા તો વર્તુળને પરિધિ અને વર્તુળનું ક્ષેત્રફળ લાવવાની વિભિન્ન રીતો હોવાનું કઈ ખાસ કારણ કે પ્રયોજન જણાવાયું નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં એમ લાગે છે કે જૈન દર્શન તાત્વિક રીતે અધ્યાત્મપ્રધાન છે અને તેનું અંતિમ લક્ષ્ય મોક્ષ જ છે. જ્યારે લેકનું સ્વરૂપ, આકાર વિગેરે અધ્યાત્મભાવને વિકસાવવામાં કારણરૂપ હોવાથી, તેનું વર્ણન જૈનગ્રંથમાં ઉપલબ્ધ છે. તેના અનુસંધાનમાં પિતાનો આત્મા કયાં કેવી પરિસ્થિતિમાં અત્યારે છે, ભૂતકાળમાં કેવી પરિસ્થિતિમાં એ રહે હશે અને ભવિષ્યમાં કેવી પરિસ્થિતિઓ પ્રાપ્ત થઈ શકે છે તે જાણવા માટે લેકનું સ્વરૂપ, નરકનું સ્વરૂપ, દેવોનું સ્વરૂપ તથા મનુષ્યલેક-અઢી દ્વીપજબૂદ્વીપ વિગેરેનું સ્વરૂપ દર્શાવેલ છે. તેઓને આ જ્ઞાનને અન્ય કોઈ ઉપયોગ ન હોવાથી–સામાન્ય લોકોને શક્ય તેટલી સરળ રીતે તેને બોધ કરાવવા માટે – જુદા જુદા કાળે, જુદા જુદા પ્રકારનાં લોકોને અનુસરી, આવી જુદી જુદી રીતે પ્રયોજાઈ હોય એમ અનુમાન કરવું અસંગત નથી અને આ જ કારણે આજે ઉપલબ્ધ વિવિધ જનગ્રંથમાં નાં વિવિધ મૂલ્ય જોવા મળે છે. - આચાર્યશ્રી વિરસેને આપેલ " ની રૂપરૂ કિંમત, ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી રામાનુજને 1. Ibid. pp. 33 2. Ibid pp. 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001447
Book TitleJambudweeplaghusangrahani
Original Sutra AuthorHaribhadrasuri
AuthorNandighoshvijay, Udaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages142
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Geography, P000, & P030
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy