________________
(૨૧)
જુદી રીતે શોધી બતાવી છે. અને તેઓએ ગ્રીક ગણિતજ્ઞોએ સૂચવેલ “Squaring The Circle ” ના ફૂટપ્રશ્નનો ઉકેલ શેડ્યો છે. અને તેના નિષ્કર્ષરૂપે 7 ની કિંમત પર આવે છે. “squaring The Circle નો શ્રીનિવાસ રામાનુજને શેાધી આપેલ ઉકેલ તથા તેની સાબિતી આ ગ્રંથના અંતે આપેલ પરિશિષ્ટિમાં છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. - આ સિવાય નાં વિવિધ મૂલ્ય અંગેનો સંક્ષિપ્ત લેખ પણ પરિશિષ્ટમાં આપેલ છે. તે જેવાથી ની વિચિત્રતાનો સુપેરે પરિચય થશે.
લધુસંગ્રહણી સૂત્રની પ્રસ્તુત ટીકામાં ગાથા-૧૧ ના મહાર સત્તવાના પદની ટીકામાં ટીકાકાર આચાર્યશ્રીએ ભરત વિગેરે સાત ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ભારત તથા એરવત ક્ષેત્રમાં પ્રવર્તતા ૧૨ આરા પ્રમાણે કાળચક્રનું પણ વર્ણન કરેલ છે. આ કાળચકની સત્યતા વિશે ઘણા લોકોને શક જાય તેમ છે, પરંતુ અહીં આપણે આધુનિક વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેને વિચાર કરીશું. એ માટે આપણે પ્રથમ કાળચકના વિભાગોને બરાબર સમજી લેવા પડશે.
કાળચક્રના મુખ્ય બે વિભાગ છે. ૧ : ઉત્સા૫ણકાળ. ૨ : અવસર્પિણી કાળ. ઉત્સર્પિણીકાળમાં મનુષ્ય પ્રાણીઓ વિગેરેના દેહમાન, આયુષ્ય, શારીરિક શકિતઓ વિગેરેનો વિકાસ થાય છે અને આત્માની વિભાવદશા એટલે કે રાગ-દ્વેષ, કોઈ વિગેરે કષાય, વિગેરે અશુભવૃત્તિઓનો કમે કમે કરીને હાસ થતો જાય છે, ઓછી થતી જાય છે. આ રીતે સર્વસામાન્ય પશિસ્થતિ જોતાં અલ્પકવાયવાળા સ્ત્રી-પુરુ, તિર્યંચ-પશુપક્ષીઓ વિગેરેનું પ્રાધાન્ય વધતું જાય છે. - જ્યારે અવસાયણકાળમાં એથી ઉલટું બને છે. શરૂઆતમાં મનુષ્ય-પશુઓ વિગેરેનાં આયુષ્ય તથા દેહમાન (શરીરની ઉંચાઈ અથવા લબાઈ) ઉત્કૃષ્ટ હોય છે. ત્યાર બાદ સમય પસાર થતો જાય તેમ તેમ તેમાં ઘટાડો થતો જાય છે. શરૂઆતમાં મનુષ્ય વિગેરેમાં અશભવૃત્તિઓ,-ઈર્ષ્યા, માયા, રાગ, દ્વેષ, ક્રોધ વિગેરે ખૂબ જ અપ પ્રમાણમાં હોય છે, ત્યાર બાદ સમય પસાર થાય તેમ તેમ તેમાં વધારો થતો જાય છે.
ઉત્સર્પિણ અને અવસર્પિણ, બંનેમાં છ છ આરા હોય છે. દરેકમાં ચોવીશ ચાવીશ તીર્થકરો થાય છે. બંનેનો સંયુકત કાળ ૨૦ કેડાછેડી સાગરોપમ છે. અવસર્પિણના ૧૦ કોડાકોડી સાગરોપમ અને ઉત્સર્પિણીના ૧૦ કડાછેડી સાગરોપમ છે. તેમાં અત્યારે અવસપિણ ચાલી રહી છે માટે તેનું સ્વરૂપ પ્રથમ જોઈ લઈશું. ઉત્સર્પિણીનું સ્વરૂપ તેનાથી ઉલ્ટાકમે સમજી લેવાનું છે.
અવસર્પિણીમાં પ્રથમ આરામાં ૪ કડાકોડી સાગરોપમ વર્ષ જેટલો સમય પસાર થાય છે. દ્વિતીય આરો ૩ કેડાછેડી સાગરોપમ વર્ષ જેટલું હોય છે. તૃતીય આરામાં ૨ કડાકોડી સાગરોપમ વર્ષ જેટલો સમય હોય છે. ચોથો આરો ૪૨૦૦૦ વર્ષ ઓછા એવાં ૧ કડાકોડી સાગરોપમ પ્રમાણને હોય છે. પાંચમે અને છઠ્ઠો આરો ફકત ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષ હોય છે. આમાં તૃતીય આરાના અંતભાગમાં પ્રથમ તીર્થકર થાય છે. ત્યારબાદ એટલે કે પ્રથમ તીર્થંકરના નિર્વાણ બાદ-ડા જ સમયમાં ચોથા આરાનો પ્રારંભ થાય છે આ ચોથા આરામાં, આ ચોવીશીમાં થનાર ચોવીશ તીર્થકરો પૈકીના બાકીના ત્રેવીસ તીર્થંકર થાય છે. અંતિમ તીર્થંકરના નિર્વાણ બાદ થોડા જ વખતમાં ચોથો આરો પૂરો થાય છે.
જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે–પ્રથમ આરાની શરૂઆતમાં મનુષ્યો તથા પશુ-પક્ષીઓ યુગલિક હોય છે અને તેઓના દેહમાન ૩ ગાઉ તથા આયુષ્ય ૩ પલ્યોપમનું હોય છે. તે
૧. એક પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org