SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट 319 ગયાં છે. આ માટે એક રોચક ઉદાહરણ જોઈએ. પ્રાચીન કાળમાં આ રીતે લખાતો, અને “1” આમ લખાતો. ભેદ સ્પષ્ટ હતો. ગુપ્તકાળના પ્રારંભે દેવનાગરીના બધા અક્ષરો ઉપર શિરોરેખાની પ્રથા થઈ આથી નના સ્વરૂપનો જ થવા લાગ્યો. ઉચ્ચારણમાં પણ નો વિશેષ થવા લાગ્યો. પરિણામે રનો જ થાય એવો નિયમ ઘડાયો. આ મહારાષ્ટ્રીય પ્રાકૃતનો નિયમ પૂર્વભારતમાં પાંગરેલી પ્રાચીન અર્ધમાગધીને લગાડવો એ ક્યાંનો ન્યાય ? દૈવયોગે હસ્તપ્રતોમાં સારા પ્રમાણમાં પ્રાચીન રૂપો મળે છે. એવું પણ દૃષ્ટિગોચર થાય છે કે ચૂર્ણિ-ટીકાઓમાં જૂનાં રૂપો મળે છે અને જૂના મૂળ ગ્રંથોમાં નવાં રૂપો વધ્યાં છે. ડૉ. ચન્દ્રને વિશેષાવશ્યકભાષ્યની જેસલમેરની તાડપત્રીય પ્રતના નિરીક્ષણમાંથી પ્રેરણા મળી અને તેમણે મૂળ અર્ધમાગધી પ્રયોગોની શોધમાં સંશોધન આદર્યું. તેમનું આ સંશોધનનું ઊંડાણ પ્રશંસાપાત્ર છે. આમાંથી પ્રતીત થાય છે કે મૂળ ભાષામાં ધ્વન્યાત્મક દષ્ટિએ બહુ પરિવર્તન થઈ ગયું છે. એમના આ અભ્યાસનો નિષ્કર્ષ એવો છે કે : પ્રાચીન ગ્રંથોની ભાષા પ્રાચીન જ હોવી જોઈએ. સમયાન્તરે થયેલા વિકાર છોડી દેવા જોઈએ. પ્રમાણમાં અર્વાચીન એવી ચૂર્ણિ-ટીકાઓમાં આવતાં પ્રાચીન રૂપો આગમોમાં સ્વીકારવા જોઈએ. વળી હસ્તપ્રત-વિજ્ઞાનનો એ નિયમ છે કે ગ્રન્થોની પ્રતો જેમ વધારે ને વધારે લખાતી જાય તેમ ભાષા-પ્રયોગોમાં અધિક પરિવર્તન આવતું જાય અને તેથી જ પ્રાચીન ગ્રન્થોની સમીક્ષિત આવૃત્તિ (critical edition) થવી જોઈએ. આથી ડૉ. ચન્દ્ર જણાવે છે કે અર્થની સંવાદિતા જળવાતી હોય તો પ્રાચીન શબ્દ-રૂપો અપનાવવા જોઈએ અને એ રીતે આ નવી દૃષ્ટિએ બધાં આગમોની નવી આવૃત્તિઓ થવી જોઈએ. અવલોકનકાર તેમના આ નિષ્કર્ષ સાથે સંપૂર્ણ રીતે સહમત થાય છે અને તેનું તો એવું સૂચન છે - દઢતાપૂર્વકનું સૂચન છે કે ભારતીય પાઠ-સમીક્ષા (Indian Textual Criticism)ના માન્ય નિયમો અનુસાર આ અત્યન્ત મહત્ત્વના પ્રાચીન ગ્રન્થોની નવી આવૃત્તિ જ નહિ પણ સમીક્ષિત આવૃત્તિ (Critical Edition) કરવી ખૂબ જરૂરી છે. - ડૉ.ચન્દ્રની દૃષ્ટિ આપણી પ્રશંસા માગીલે છે એટલું જ નહિ, પણ તે માટે આપણે તેમના આભારી છીએ. તેમના આ પ્રયત્નોમાં તેમને સર્વે દિશાએથી પ્રોત્સાહન મળવું જોઈએ અને જૈન ધર્મનાપૂજ્ય આચાર્યોએ પણ રૂઢિચુસ્તતા ન રાખતાં સંપ્રદાયના હિતમાં જઆવકારવી જોઈએ, આવા સંશોધનધારાડૉ.ચન્દ્રએ ભારતીય સંસ્કૃતિની અનુપમ સેવા બજાવી છે અને તેઓ આ ઉત્તમ પ્રવૃત્તિમાં સતત રત રહે તેવી અભિલાષા છે. વડોદરા --પ્રો.જયંત પ્રે. ઠાકર ૧૨-૧-૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001438
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorK R Chandra, Dalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1997
Total Pages364
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, Canon, & Research
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy