________________
૬૪ : આરામશોભા રાસમાળા
અપરમાના ત્રાસને ભોગ બનેલી છોકરીનું ભાગ્ય ખૂલી જાય એ કથાઘટકની વ્યાપકતા માટે, આ ઉપરાંત, થોમ્પસનના અનુક્રમાંક એલ ૫૫ (સ્ટેપ ડટર હિરોઈન), મિસિસ બર્ન્સના અનુક્રમાંક ૧૬ (હેલે) ૩૧, વ્રજની કથા ફૂલનદેવી કાલનદેવી૩૧ તથા ગુજરાતી લોકકથા “સોણબાઈ અને રૂપબાઈને નિર્દેશ કરી શકાય.
આરામશોભાની કથામાં અપરમા સાવકી દીકરીના મૃત્યુ માટે ષડયંત્ર ગોઠવે છે. આ જાતનું કથાઘટક મિસિસ બર્ન્સના અનુક્રમાંક ૫૫ ( હાઈટ)માં નોંધાયેલું છે. ૨ કૃતજ્ઞ પ્રાણ
આરામશોભાકથાનું બીજું એક અગત્યનું કથાઘટક જેને જીવ ઉગારવામાં આવ્યો છે તે પ્રાણી મદદરૂપ થાય તે છે. અહીં એ પ્રાણી નાગ છે.
ભારતમાં નાગ એ દેવતાઈ પ્રાણું ગણાય છે ને એની ચમત્કારિક કપાની ને સહાયની ઘણી કથાઓ પ્રચલિત છે.૩૩ નાગપૂજાએ નાગપાંચમના વ્રત તરીકે, પણ સ્થાન લીધું છે.
આરામશોભાકથામાં કૃતજ્ઞ સપ આવે છે. કૃતજ્ઞ સપનું વૃત્તાંત છેક મહાભારતના “નલોપાખ્યાન'માં આપણને મળે છે. દાવાનળમાંથી નાગરાજને બચાવનાર નળને નાગરાજ ડંખ દઈ કૂબડો બનાવે છે, અને અસલ રૂપે પ્રગટ કરનાર વસ્ત્રો પણ આપે છે. રાજ્ય ગુમાવી દીધેલ નળને માટે આ સ્થિતિ ઘણી લાભ-- કારક નીવડે છે.
કથાસરિત્સાગર'માં પણ એક શબર પાસેથી સપને બચાવનાર દયાળુ ઉદયનને એ વાસુકિનો ભાઈ વસુનેમિ વીણા, તાંબૂલ ન કરમાતી માળા વગેરે ભેટ આપે છે એ કથાપ્રસંગ આવે છે.
નલોપાખ્યાન'ને બરાબર મળતા પ્રસંગ શામળે “મદનમોહના'માં યોજ્યો છે. બળતા દવમાંથી નાગને મેહના બચાવે છે અને નાગ પ્રત્યુપકાર તરીકે એને પાંચ ચમત્કારી ગુણ ધરાવતા મણિ ભેટ આપે છે.
પિતાના પર ઉપકાર કરનાર સ્ત્રીને માટે સંપ આશ્રય આપનાર પિતૃજન રસમાન બની રહે એવી આરામશોભાકથામાં મળતી પ્રસંગરચના નાગપાંચમની
૩૧. લોકસાહિત્યવિજ્ઞાન, ડે. સત્યેન્દ્ર, ૧૯૬૪, પૃ.૨૨૯. ૩૨. એજન, પૃ.૩૯. ૩૩. જુઓ “લેકસાહિત્યની નાગકથાઓ”માં “નાગમગાની કથા “સિમાડે સાપ ચિરાણ” નપૂછો નાગ “સૂરજ સમોવડ શેષજી” “તો કે સાલે બેટડો' વગેરે વાર્તાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org