________________
ભૂમિકા ઃ ૬૩ મહિમાની કથાઓ છે.૩૦ એક લેકકથા (મજમુદાર ચે.)માં મા પિતાની સાવકી પુત્રી સુશીલા પાસે ઘરને ઢસરડો કરાવે છે ને એને ગરીબ ઘરમાં પરણાવી દે છે પણ પરણ્યા પછી એને ઉત્કર્ષ થાય છે. એ પ્રસૂતિ માટે પિયર આવે છે ત્યારે પુત્રજન્મ પછી એની સાવકી બહેન સુનંદા એને કૂવામાં નાખી દે છે, અને સુનંદાને સુશીલાને સ્થાને સાસરે મોકલવામાં આવે છે. સુનંદા સ્વભાવે જુદી છે ને એને એક આંખ નથી પણ એ સુવારોગનું કારણ બતાવી ત્યાં રહે છે. પછી નાગદેવતાની કૃપાથી પોતાના દીકરાને રમાડવા આવતી સુશીલા પતિને હાથે ઝડપાય છે ને ખરી વાત પ્રગટ થાય છે. સુશીલા સુનંદાને સન્માર્ગે વાળે છે. જોઈ શકાય છે. આ કથા આરામશોભાકથાનું જ એક રૂપાંતર છે. આમાં સાવકી પુત્રીની રાણી બનવાની વાત આવતી નથી અને ત્રણ ઘાતના પ્રસંગે નથી એટલો ફરક છે.
બીજી, આદિવાસીઓમાં પ્રચલિત લોકકથા (આચાર્ય)માં સાવકી પુત્રી રાજકુંવરને પરણે છે ને એને પરણતાં પહેલાં જ ત્રણ વખત ઘાતને સામને કરવો પડે છે. આરામશોભાકથામાં ત્રણ ઘાત ઝેરની છે ત્યારે અહીં પીઠીની, ચૂલે જમાડવાની, નહાવાની વગેરે વિધિઓ વખતે ખાડે ખાદી એના પર ધાસ પાથરી સાવકી પુત્રીને બેસાડવામાં આવે છે પણ નાગદેવની કૃપાથી એ બચી જાય છે. પુત્રજન્મ પછીનું વૃત્તાંત આરામશોભાની કથાને મળતું જ છે.
ત્રીજી લોકકથા (ઠારી)માં સાવકી પુત્રી રાજકુંવરને પરણે, એને પ્રસૂતિ માટે પિયર બેલાવવામાં આવે, પુત્રજન્મ પછી એને બદલે પોતાની પુત્રીને રાણી તરીકે મોકલવામાં આવે, સુવારોગથી દેખાવ ફરી ગયો હોવાનું બહાનું કાઢવામાં આવે એવું વૃત્તાંત છે, પરંતુ એક પણ ધાતની વાત નથી અને રાજ ખોટી રાણીને ધમકાવીને ખરી વાત જાણી લે છે.
આ બધાં આરામશોભાકથાનાં રૂપાંતર જ ગણવાં પડે એટલું બધું સામ્ય એની સાથે ધરાવે છે.
૩૦. (૧) નાગપાંચમ, સંપા. ચૈતન્યબાળા મજમુદાર – ગુણસુંદરી અને સ્ત્રી હિતોપદેશ, એપ્રિલ ૧૯૨૬; ગુજરાત લોકસાહિત્યમાળા મણકે બીજો, ૧૯૫૯ તથા સૂરજની સાખે અને તુળસીમાને જ્યારે, સંપા. ચૈતન્યબાળા મજમુદાર, શ્રીમતી બાળા મજમુદાર, ૧૯૬૯. (આ વાર્તા “લોકસાહિત્યની નાગકથાઓ'માં ‘નાગદેવતા' એ શીર્ષકથી મંજુલાલ મજમુદારને નામે મુકાયેલી છે.) (૨) સાસી આય – સાચી મા, સંપા. શાંતિલાલ આચાર્ય – લોકસાહિત્યની નાગકથાઓ, સંપા. જોરાવરસિંહ જાદવ, ૧૯૮૬. (૩) હાય મારી કાણી, તું કયાંય ના સમાણી, સંપા. દિનેશ કોઠારી – અહીં પરિશિષ્ટમાં મુદ્રિત. આ લોકકથાઓનો નિશ હવે પછી સંપાદનાં નામથી કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org