________________
ભૂમિકા : ૩૧
કથાઘટકાની તુલનાત્મક નોંધ રજૂ કરવામાં આવી છે. રૂઢ લેાકસંસ્કારે અને લાકકલ્પનાઓની એમાંથી આપણુને ઝાંખી થાય છે.
સ્માત સતાનના ભાગ્યેાઢય
આરામરોાભાની કથાનું એક મુખ્ય ઘટક અપરમાની દુશ્મની છતાં સુખ પ્રાપ્ત કરતી કન્યાનું છે. અપરમા વિશે એક સનાતન ને સર્વવ્યાપી માન્યતા છે કે એ આરમાત સંતાનને હંમેશાં ત્રાસ આપનારી જ હાય. ઓરમાન બાળકનું સુખ એ સાંખી ન શકે, અને એને બદલે પોતાના બાળકને એ સુખ મળે એવી કાશિશ એ કરે. અપરમાના ત્રાસનું કથાઘટક, આથી, સર્વ દેશકાળમાં જોવા મળે એમાં નવાઈ નથી.
અપરમાના વિદ્વેષથી ઘર છેાડી વનમાં જઈ તપ કરતાર અને આકાશના તાર! રૂપે સ્થાન મેળવનાર ધ્રુવની કથા નણીતી છે. આ આપણે ત્યાંની અત્યંત પ્રાચીન કથા છે, પણ આરામશેાભાકથાનું વધારે સ્પષ્ટપણે મળતાપણું સુગંધદશમીકથા સાથે છે.
સુગંધદશમીકથાના ઉત્તરભાગમાં તિલકમતીનું વૃત્તાંત આવે છે. તિલકમતિની અપરમા એના પ્રત્યે દ્વેષ રાખતી. તિલકમતી ને એના જેવડી જ ઉંમરની એની પેાતાની પુત્રી પરણાવવા જેવડી થઈ ત્યારે જે મુરતિયા આવતા તે તિલકમતીને જ પસંદ કરતા – અપરમાં પેાતાની પુત્રીને આગળ કરતી છતાં. એક વખતે પિતાની ગેરહાજરીમાં માને આવેલા મુરતિયા સાથે તિલકમતીને વિવાહ નક્કી કરવા પડચો, પરંતુ એણે તિલકમતીને એમ સમજાવીને સ્મશાનમાં મેાકલી દીધી કે કુળના રિવાજ મુજબ વર એને સ્મશાનમાં આવીને પરણો, પછીથી તિલકમતી નાસી ગઈ છે એમ જણાવી અને સ્થાને પોતાની પુત્રીને પરણાવી દીધી.
પરંતુ આ બાજુ રાજાએ પોતાના મહેલમાંથી સ્મશાનમાં બેઠેલી સુંદર સ્ત્રીને જોઈ અને પાતે એની પાસે પહેાંચ્યા. એની હકીકત જાણી પેાતાને ‘મહિષીપાલ’ તરીકે એળખાવી એની સાથે પરણ્યા. આમાન માને તિલકમતીએ
આ જણાવ્યું ત્યારે એ તા ‘ગાવાળિયા' જ સમજી અને તિલકમતીને એક જુદા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી, જ્યાં રાજ્ય રાત્રિએ આવતા અને સવારે જતા રહેતા. રાજાએ તિલકમતીને આપેલાં રત્નજડિત આભૂષા જોતાં અપરમા ગભરાઈ અને પતિ આવતાં એને વાત કરી. તિલકમતીની વાતની ખાતરી કરવા
૨૭. સંપા. હીરાલાલ જૈન, ૧૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org