________________
ભૂમિકા : ૫૯ દેખાય છે તે બહુધા આ અંશને આભારી છે. ગુજરાતી કવિસ્વભાવનું એમાં સૂચન જોઈ શકાય. વર્ણન-પ્રત્યક્ષીકરણ
વણન-પ્રત્યક્ષીકરણમાં ગુજરાતી કૃતિઓના કર્તાઓએ ઘણે એ છો રસ બતાવ્યું. છે ને સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના કર્તાઓએ પણ ઓછોવત્તો રસ બતાવ્યો છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓ બહુધા લાંબી રચનાના ભાગરૂપ દષ્ટાંતકથાનકે છે, એમાં સ્વાભાવિક રીતે જ કેટલેક સંકોચ નડે. તેમ છતાં દેવચંદ્રસૂરિ અને સંધતિલકે વર્ણન-પ્રત્યક્ષીકરણમાં ઠીકઠીક રુચિ બતાવી છે. એમનાં વર્ણન સામાન્ય રીતે લક્ષણરુચિ જેવાં ને કવચિત આલંકારિક છે, તો દેવચંદ્રસૂરિએ શ્લેષમૂલક ઉપમા અલંકારથી કરેલું સ્થલાશ્રયનું વર્ણન તો આખી પરંપરામાં જુદું તરી આવે છે. મનોભાવોને મૂર્ત કરતી ચેષ્ટાઓ દેવચંદ્ર પણ આલેખે છે, તેમ છતાં પદાર્થને મૂર્તતા આપવાનું વલણ સંધતિલકમાં સવિશેષ છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. વિનયચંદ્ર વર્ણન-પ્રત્યક્ષીકરણમાં મર્યાદિત રસ બતાવ્યો છે – કેટલાંક વર્ણન છેડયાં છે તે પુત્રભવનનાં જેવાં કઈક લાક્ષણિક વર્ણને ઉમેર્યા પણ છે. સંસ્કૃત-પ્રાકૃત પરંપરામાં વર્ણનાદિકમાં સૌથી ઓછો રસ લેનાર તો શુભવધન અને રાજકીતિ છે, જ્યારે જિનહષે એમાં સૌથી વિશેષ રસ લીધો છે. ગ્રીષ્મઋતુનાં જેવાં કેટલાંક વર્ણનો એમણે જ આપ્યાં. છે, એમનાં વર્ણનો આલંકારિક અને છટાદાર છે, ચેષ્ટાઓને આલેખવાની તક એમણે વધારે લીધી છે અને ભાવવિચારાદિને મૂર્ત કરતા અલંકારે પણ એમણે વધારે પ્રયોજ્યા છે. જિનહર્ષની કૃતિ આ કારણે માત્ર કથા નહીં પણ કાવ્ય બની છે. એમની આ કાવ્યરચના કોઈ લાંબી કૃતિના ભાગરૂપ નથી પણ સ્વતંત્ર રચના છે એનો લાભ પણ એમને મળ્યો હોય.
ગુજરાતી કવિઓની કૃતિઓ પણ સ્વતંત્ર રચનાઓ છે છતાં એમાં પૂર્વપરામાં મળતાં ઘણાં વણને કાં તો છોડી દેવામાં આવ્યાં છે અથવા સંક્ષેપમાં જ કરવામાં આવ્યાં છે. બેત્રણ કવિઓએ વિદ્યુ...ભાના અંગસૌન્દર્યનું વર્ણન પરંપરાગત અલંકારોથી કર્યું છે તે થોડું ધ્યાન ખેંચે છે. કોઈ વણને આ કવિઓએ જુદી અને લાક્ષણિક વીગતે ગૂંથીને કર્યા છે, જેમકે, રાજકીતિએ રાજના નગરપ્રવેશનું વર્ણન એ વખતે વગાડવામાં આવેલાં વિવિધ વાદ્યોના ઉલ્લેખથી કર્યું છે, તો પૂજાઋષિએ એ પ્રસંગે આશીર્વાદ આપતી દેવીઓને આણીને તત્કાલીન સામાજિક માન્યતાઓને પુટ આપે છે. સામાન્યતઃ વર્ણનની ઓછી રુચિ બતાવવા આ કવિઓએ કેટલાંક વર્ણને ઉમેર્યા પણ છે ! જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org