SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મુશ્કેલ છે. એ ત્રણે બાબતોનો ચે અને ચક્કસ હિસાબ રાખવામાં તેમને આગ્રહ રહેતો. આ બધું તેઓ કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુઘડતાથી કરતા. શિસ્ત ને સંયમના તેઓ ચાહક હતા. વજી જેવા દેખાતા તેમના હૃદયની નીચે સ્વજને, સ્વધર્મીઓ અને સ્વદેશવાસીઓ માટે પ્રેમનો ઝર વહેતો. તેમની જાહેર સેવા પ્રવૃત્તિ ૧૯૧૮માં ગુજરાત રેલસંકટના રાહતકાયથી શરૂ થયેલી તે મોરબીની હોનારત સુધીનાં રાહતકાર્યો સુધી ચાલેલી. લોકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે કરેલા દાનને પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જૈન તીર્થો અને ધર્મસ્થાનને કલાદષ્ટિપૂર્વકનો જીર્ણોદ્ધાર થયો છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સંલગ્ન વિવિધ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થયેલ છે અને પ્રાચ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન (બિઝનેસ મેનેજમેન્ટના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ. કસ્તૂરભાઈને જન્મ ઈ.સ.૧૮૯૪ના ડિસેંબરની ૧લ્મી તારીખે અમદાવાદમાં થયો હતો. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધનોપાજનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લોકહિતનાં કામોમાં તેમને અગ્રહિસ્સો રહેતો. નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ તેમને સોંપાયું હતું. લૉર્ડ કર્ઝને માઉન્ટ આબુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મંદિરે સરકારી પુરાતત્ત્વ ખાતાને સેંપવાને પ્રસ્તાવ મૂકેલો, ત્યારે લાલભાઈ શેઠે તેનો વિરોધ કરેલો. અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મંદિરમાં કારીગરોને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩થી ૧૯૦૮ સુધી જૈન શ્વેતાંબર કેન્ફરસના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી. હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી બંગલા બાંધવાની સરકારે મંજરી આપેલી તેની સામે વિરોધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને લાલભાઈ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેઓ ગુજરાત કોલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયો અને સામાજિક સંસ્થાઓને પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સેવાઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy