________________
ભૂમિકા : ૫ પતિથી તરછોડાયેલી કુલધરકન્યા અગ્નિપ્રવેશ કરવા તૈયાર થાય એવું માત્ર પૂજાઋષિ જ વર્ણવે છે. પોતાને પતિ ચાલ્યો ગયે છે એવું કુલધરકન્યા માણિભદ્રને કહેતી હોય એવું માત્ર વિનયચંદ્ર અને પૂજાઋષિમાં જ છે, અન્યત્ર એ પિતાને સાથભ્રષ્ટ થયેલી ને ભૂલી પડેલી કહે છે. વિનયચંદ્ર અને પૂજાઋષિમાં પતિના અનુચિત કર્મનું ઇગિત થાય છે. માણિભદ્ર કરાવેલા જિનભવનને બગીચે રાજએ આપેલો હતો અને તેથી રાજાને શો જવાબ આપવો એની એને ચિંતા થાય છે એવું નિરૂપણ સંસ્કૃત-પ્રાકૃત પરંપરામાં છેક શુભવર્ધન-રાજકીર્તિમાં જોવા મળે છે, જેનું અનુસરણ સમયપ્રમોદથી શરૂ કરીને બધા ગુજરાતી કવિઓએ કરેલું છે.
પ્રસંગઘટનાની આ તુલનાત્મક ચર્ચા એમ બતાવે છે કે એમાં ચોક્કસ સભાન દષ્ટિથી થયેલા હોય એવા ફેરફાર ઓછા જોવા મળે છે અને સ્વાભાવિક, વાસ્તવિક, તાર્કિક વસ્તુરચનાનો પ્રયત્ન કોઈ કવિએ સુસંગત રીતે કર્યો હોય એવું તો કહી શકાય એમ જ નથી. મધ્યકાલીન કથાઓ પાસે આ જાતની અપેક્ષાઓ નહોતી એટલું જ આ પરથી સિદ્ધ થાય છે. પ્રસંગનિરૂપણ
આ કૃતિઓના પ્રસંગનિરૂપણને સરખાવતાં એક વિલક્ષણ તારણ નીકળે છે. એક બાજુથી પ્રસંગમાં કથારસને પોષક વિસ્તરણ-ઉમેરણનું વલણ દેખાય છે, તો બીજી તરફથી ઉભડક-અધર પ્રસંગકથન થતું હોય એવા દાખલાઓ પણ જડે છે, અને એક જ કવિમાં કથાના જુદાજુદા અંશમાં આવાં ભિન્ન વલણે જોવા મળે છે. તે વળી એક કવિ જ્યાં વિસ્તાર કરે ત્યાં બીજો સંક્ષેપ કરે અને એક સંક્ષેપ કરે ત્યાં બીજે વિસ્તાર કરે એવું પણ બને છે. આ પરથી સમજાય છે કે કવિઓએ કથાથનાદિમાં પોતાની પ્રકૃતિ અનુસાર રસ લીધો છે ને પરંપરાને આગળ ચલાવી છે, તેમ કથા જાણીતી હોવાની પરિસ્થિતિને લાભ ઉઠાવી એમણે કથાપ્રસંગની યોગ્ય માવજત કરવાનું ટાળ્યું પણ છે. સંસ્કૃત-પ્રાકૃત કથાઓ ઘણુંખરી તા કાઈ લાંબી રચનાના ભાગ રૂપે દૃષ્ટાંત તરીકે આવેલી કથાઓ છે, પણ ગુજરાતી કૃતિઓ તે સ્વતંત્ર રચનાઓ છે. એમાં વિસ્તાર અવશ્ય થયો છે, પરંતુ પરંપરાને ભરપૂર લાભ લઈને રચાયેલી કેાઈ સમૃદ્ધ કૃતિ મળતી નથી. અલબત્ત, પાછળના કવિઓને આગળની સર્વ કૃતિઓ પ્રાપ્ય હોય એવું ન પણ બને.
પ્રસંગનિરૂપણ ઉભડક-અધર કે અપષ્ટ રહી ગયાં હોય એના કેટલાક દાખલા વસ્તુરચનાની ચર્ચામાં આવી ગયા છે, તો પણ એક વધુ દષ્ટાંત જોઈએ. પૂવપરંપરામાં દીકરીને ભાતું મોકલવા અંગે પતિ પત્ની વચ્ચે સંવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org