SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઃ આરામશોભા રાસમાળા એ છે કે રાજકીતિ(સં.)માં શારીરિક શિક્ષામાંથી બ્રાહ્મણ-બ્રાહ્મણ અને સાવકી બહેનને બચાવવામાં આવે છે, પરંતુ સાવકી બહેનને ઘરમાંથી અને બ્રાહ્મણ-બ્રાહ્મણને દેશમાંથી કાઢી મૂક્વામાં આવે છે. પૂજઋષિએ પણ બ્રાહ્મણબ્રાહ્મણીને દેશવટો આપવામાં આવે છે એમ આલેખ્યું છે. સાવકી બહેન વિશે એવું કહેવામાં આવ્યું નથી, પણ એમ અભિપ્રેત હોય એ સંભવ ખરે. આરામશોભાની ઉપકારભાવના અને દયાવૃત્તિનો મહિમા આમાં ઓછું થઈ જાય છે. આરામશોભાના કુલધરકન્યા તરીકેના પૂર્વભવવૃત્તાંતમાં પ્રસંગધટનાના મહત્વના ફેરફારો નથી. છતાં બેત્રણ મુદ્દાઓ નેધી શકાય. એક મુદ્દો નંદનને આપવાના ધનને છે. દેવચંદ્રસૂરિના કથાનકમાં કુલધર નંદનને એમ કહે છે કે તારું ધન હું તને પછી મક્લી આપીશ, પણ એ ધન મેકલવાને પછી કોઈ પ્રસંગ આવતો નથી. જિનહર્ષ(સં.), શુભવધન, રાજકીતિ(સં.) વગેરે આ પ્રસંગનિરૂપણને અનુસરે છે. સંઘતિલકની કથામાં કુલધર પહેલાં મૂલદ્રવ્ય આપીને પુત્રીને તારી સાથે મેકલીશ એમ કહે છે, પરંતુ નંદન પત્નીને લઈને જવા નીકળે છે ત્યારે દ્રવ્ય પછીથી તારે ગામ મોકલીશ એમ કહે છે એટલે ફરક છે. સંસ્કૃત-પ્રાકૃત કથાઓની આ પરંપરામાં એક માત્ર વિનયચંદ્ર જુદા પડે છે. તેઓ કુલધરને પહેલેથી એમ વિચારતા બતાવે છે કે આ ગરીબ પરદેશીને પુત્રી પરણાવવાથી કશો લાગભાગ નહીં આપવો પડે. દ્રવ્ય આપવાની કંઈ વાત પણ પછી આવતી નથી અને નંદન પોતાની પત્નીને તજવાનો વિચાર કરે છે ત્યારે એને એવી ફરિયાદ કરતો પણ બતાવ્યો છે કે આને એના બાપે કશું સ્ત્રીધન પણ આપ્યું નથી. ગુજરાતી કૃતિઓના કવિઓમાંથી ઘણાએ ધન વિશેને આ મુદ્દો જ ઉડાવી દીધો છે. માત્ર વિનયસમુદ્ર કુલધર અને નંદન વચ્ચે સંવાદ ગોઠવ્યો છે, જેમાં કુલધર નંદનનું ખર્ચ ચલાવવાની ખાતરી આપે છે, પરંતુ પછીથી ખર્ચ મોકલવાની કે ઈ વાત આવતી નથી. રાજસિંહ પરંપરાથી જુદું જ નિરૂપણ કરે છે. એમાં કુલધર નંદનને કહે છે કે હું તને મૂલદ્રથ આપીશ, એનાથી તું વેપાર કરજે, એટલું જ નહીં પછીથી નીકળતી વખતે એને ધન આપે પણ છે, જે નંદન હાથમાં લેતા નથી. જોઈ શકાય છે કે વિનયચંદ્ર અને વિનયસમુદ્રમાં નંદનમાં ગરીબીને કારણે આવેલી ક્ષુદ્રતા અને લોભને ઉઠાવ મળે છે, ત્યારે રાજસિંહમાં એના અભિમાની સ્વભાવને ઉઠાવ મળે છે. બીજા કવિઓએ આ મુદ્દાને કશો લાભ ઉઠાવ્યો નથી એમ જ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy