________________
૨૮ : આરામશોભા રાસમાળા
૮. આરામશોભાએ પુત્રને જન્મ આપ્યો પછી બ્રાહ્મણ “બેટી ક્યાં છે એમ પૂછે છે અને પત્ની એને કશું ન બેલવા કહે છે, તે અપરમાની પુત્રીના સંદર્ભમાં જ સંભવે. આનો અર્થ એ થાય કે બ્રાહ્મણ પુત્રીને સંતાડવામાં આવી છે એ જાણતા નથી. પણ એ છેક આ તબક્કે કંઈ કહે એ ઘણું વિચિત્ર લાગે છે. અહીં પણ કવિને પ્રસંગને ગ્ય રીતે ગોઠવતાં ફાવ્યું નથી.
૯. આરામશોભા પુત્રને રમાડવા બે જ વખત જતી હોય અને બીજી જ વખતે રાજા એને પકડી પાડતા હોય એવું આ કૃતિમાંથી સમજાય છે. એવું નિરૂપણ વિનયચંદ્રની કૃતિમાં હતું.
૧૦. કુલધરની અન્ય પુત્રીઓનાં નામ નથી, અને કુલધરની પત્નીનું નામ કુલાનંદા નહીં, પણ કુલનંદા છે. (ગુજરાતી કૃતિઓમાં પછીથી સામાન્ય રીતે આ જ નામ આવે છે.) નંદનના પિતાનું નામ નંદણ છે, એ ઘણું વિચિત્ર લાગે છે. સંદેશ મોકલનારનું વસંતદેવ નામ અહીં નથી. પણ એના પિતા શ્રી દત્તને સંદેશો પહોંચાડવાનો છે.
૧૧. આ કૃતિમાં કથાનું જે તાત્પર્ય બતાવવામાં આવ્યું છે તે સમગ્ર પરંપરામાં થોડું જુદું તરી આવે છે. આમ તો અહીં પણ કથા જિનપૂજાનું ફળ બતાવે છે. પરંતુ અહીં જિનપૂજાના બે ભેદ બતાવવામાં આવ્યા છે – દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા અનેકગણી ચડિયાતી છે એમ કહેવામાં આવ્યું છે અને જિનાલય બંધાવનાર તથા પૂજા સામગ્રી પૂરી પાડનાર માણિભદ્રની દ્રવ્યપૂજ હતી, ત્યારે ભક્તિ, તપ વગેરેને આશ્રય લેતી કુલધરકન્યાની ભાવપૂજા હતી એમ દર્શાવવામાં આવ્યું છે.
પ્રથમ ગુજરાતી કવિ રાજકીર્તિની કૃતિ કરતાં આ કૃતિને વિસ્તાર વધારે છે. તેમાં પૂર્વભવવૃત્તાંત અહીં વ્યવસ્થિત કહેવાયું હોવાને ફાળો ઘણે છે, પણ તે ઉપરાંત પણ આ કવિની નિરૂપણરીતિ થેડી મોકળાશવાળી જણાય છે. અલબત્ત, આવું એકધારી રીતે કવિથી થઈ શક્યું નથી, તેથી કેટલેક સ્થાને માંડીને પ્રસંગોલેખન થયું છે, તો કેટલેક સ્થાને પ્રસંગ ઊભડક-અછડતી રીતે આલેખાય છે. દાખલા તરીકે, અહીં પિતાના પુનઃલગ્ન વિશેનો પિતાપુત્રીનો સંવાદ લંબાય છે અને વાસ્તવિક વીગતભર્યો બન્યો છે: લજજાથી પિતા વાત પર ધ્યાન આપતા નથી ત્યારે વિદ્યુપ્રભા પિતાને મનાવવા પડોશણને વિનંતી કરે છે; પિતા દલીલ કરે છે કે મને આ ઉંમરે કેણ દીકરી આપે, ત્યારે વિદ્યુપ્રભા કહે છે કે કોઈને પકડીને લાવો પણ મારાથી ઘરનું કામ થતું નથી; વળી પિતા કહે છે કે તારું સાલ આવશે ને તને સંતાપશે તો મારું મન ઊકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org