________________
ભૂમિકા : ૨૭ આપનારો પ્રસંગ વર્ણવાયો છે, પરંતુ કેવળ ભાવમય અંશ પર એની રચના થઈ નથી. એ કથાથનની રીતે જ ચાલે છે અને ઘણી હકીકતોને સમાવે છે. એ જ રીતે હાલમાં પણ નંદન એની પત્નીને છોડી જાય છે તે કરુણ પ્રસંગ આલેખાય છે, પણ એ છે કથાકથન જ.
આમણત્મણ જેવા કેઈક શબ્દપ્રયોગો આ કૃતિને સંઘતિલકની પ્રાકૃત કૃતિ સાથે સંબંધ બતાવે છે, તો કોઈ વીગતો વિનયચન્દ્રની સંસ્કૃત કૃતિ સાથે એનો સંબંધ બતાવે છે. સામાન્ય પરંપરાથી ફરક બતાવતી વીગતો નીચે મુજબ છે:
૧. અહીં અગ્નિશર્માને ગામનું નામ લમીનિવાસ છે અને ત્યાં ભીમ ભૂપતિ રાજ્ય કરે છે એમ કહેવાયું છે.
૨. લક્ષ્મીનિવાસની આજુબાજુની ભૂમિ ઉજજડ છે એવી વાત અહીં નથી. વિ ...ભાને વસ્તુતઃ તરુવરની છાયામાં સૂતેલી બતાવી છે. આથી દેખીતી રીત, તાપ વેઠવો પડે છે એનું દુઃખ વ્યક્ત કરવાનું વિધુત્રભાનું રહેતું નથી અને તેથી એ પોતાને માથે અવિચલ છાયા માગે છે એનું કશું પ્રયોજન રહેતું નથી.
૩. અગ્નિશર્માની પત્ની એના જ નામની હોવાનું કહ્યું છે (“તણિ નામ તેનઈ નારિ” – ૧૫) અને પછી વિદ્યુપ્રભાને મુખે માતાનું નામ અગ્નિશમ જ બતાવવામાં આવ્યું છે (“અગ્નિશમ માતા ઉરિ ધરી” – ૨૩). પરંપરામાં કેટલેક સ્થાને અગ્નિશિખા નામ મળે છે તે અહીં યાદ કરી શકાય.
૪. અહીં પણ રાજા ગાંધર્વ લગ્ન કરતા નથી. લગ્નવિધિનું વિસ્તૃત વર્ણન મળે છે.
૫. વિષપ્રયાગ અહીં ત્રણ વાર છે.
૬. રાજ આરામશોભાને પિયર મોકલે છે તેમાં મંત્રીની સલાહની વાત અહીં પણ નથી.
૭. અપરમાએ પોતાની પુત્રીને પરઘેર છુપાવ્યાની વાત પહેલાં આવે છે (૧૪૫) અને પછી જાણે ખાટલી ઉતારીને કૂવાને ભોંયરામાંથી એને કાઢવામાં આવતી હોય એવું વર્ણન આવે છે (૧૬ ૦). આ વિરોધાભાસને બાદ કરીએ તો બીજુ વન યુક્તિની પ્રતીતિ કરતા વધારે એવું છે. કૂવામાં પડેલી આરામશોભાને જ બહાર કાઢવામાં આવી એવું લોકોને દેખાય એ આ યોજનાનો લાભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org