________________ આરામોભાની કથા જૈન પરંપરાની એક પ્રસિદ્ધ ધર્મકથા છે. એ સૌથી પહેલી પ્રદ્યુમ્નસૂરિવિરચિત ‘મૂલગુદ્ધિપ્રકરણ’ની. દેવચન્દ્રસૂરિવિરચિત વૃત્તિ (1089 90 માં મળે છે. કથાઘટકોના અભ્યાસમાં આ કથાનું ઘણું મૂલ્ય છે, કેમકે ઓરમાન સંતાનના ભાગ્યોદયના કથાધકને વાણી લેતી આ સૌથી પ્રાચીન પ્રાપ્ત કથા છે. સિંડ્રેલાની કથા એ આ વિષયની યુરોપની અત્યંત જાણીતી કથા છે, ‘પણ એ ૧૭મી સદી પહેલાં પ્રાપ્ત થતી નથી. જેન સાહિત્ય માં આ કથાની સુદીર્ધ પરંપરા સાંપડે છે. એકૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં અનેક હાથે એ કથા ઊતરી છે. જજે તુલનાત્મક અભ્યાસની સામગ્રી પૂરી પાડે છે. પહેલાં દ્રષ્ટાંત તરીકે ઉપયોગમાં લેવાયેલી આ કથાની ગુજરાતીમાં તા સ્વતંત્ર રચનાઓ મળે છે. આ હકીકત એના | ક્યારસના સંકેત કરે છે. આ થતાં, પ્રાપ્ત થયેલી ઇયે ગુજરાતી કતિઓની , સંપાદિત વાચના આપવામાં આવી છે. વિકતૃત ભૂમિકામાં એ ગુજરાતી કૃતિઓ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત કથાનોના અધ્યાત્મક પરિચય આપવામાં આવ્યા છે, બધી કૃતિઓનું વસ્તુ અને નિરૂપણની દષ્ટિએ વીગતભરું તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું છે તેમજ આ કથામાં પ્રાપ્ત થતા કથાઘટકના પણ અભ્યાસ કરવા માં આવ્યા છે. અંતે ટિ. પણ, શબ્દ કેશ અને વન પતિ કેશા આપી. ગુજરાતી કૃતિઓનું આવશ્યક અદ્ઘાટન કિલ્લામાં આવ્યું છે. એક મહત્ત્વની કથા પરંપરાના આ સમૃદ્ધ સંપાદન અધ્યયનની ઉપયોગિતા સૌ પ્રમાણો . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org