________________
૪ ઃ આરામભા રાસમાળા
૪. પૂજઋષિવિરચિત આરામશોભાચરિત્રઃ ર.ઈ.૧૫૯૬. પ. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર : ર.ઈ.૧૬૩૧. ૬. જિનહર્ષવિરચિત આરામશોભારાસ : ર.ઈ.૧૭૦૫.
દયાસારકૃત “આરામશોભાપાઈ (ર.ઈ.૧૬૪૮) નાંધાયેલ મળે છે પણ એ માહિતી અધિકૃત જણાતી નથી. “વધમાનદેશના' કે એ પ્રકારની કૃતિઓનાં ગુજરાતી રૂપાંતર(બાલાવબોધ વગેરે)ની ને અન્ય કથાઓમાં અંતર્ગત આરામશોભાકથાનકની માહિતી મળી નથી એટલે ઉપયુક્ત છ કૃતિઓનો જ હવે પછી વીગત પરિચય આપ્યો છે. ગુજરાતી કૃતિઓ અહીં સંપાદિત કરવામાં આવી છે કે એ મુખ્ય અભ્યાસવિષય છે તેથી એ પરિચયમાં કેટલીક વિશેષ માહિતી આપવાનું ઈષ્ટ ગણ્યું છે.
આ બધી કૃતિઓનું કથામાળખું તો સ્વાભાવિક રીતે એકસમાન છે, પણ તે ઉપરાંત અભિવ્યક્તિ પણ ઘણે સ્થાને ઓછીવત્તી મળતી આવે છે. સ્વતંત્રકલ્પ સજન કહેવાય એવું ભાગ્યે જ છે. કયાંક પાત્રવર્તનના કે પ્રસંગઘટનાના હેતુ કલ્પાય છે, ક્યાંક ભાવનિરૂપણ કે સ્થાનાદિનાં વર્ણન કરવાની તક લેવાય છે. ક્યાંક અભિવ્યક્તિમાં અલંકાર કે તળપદી વાભંગિને લાભ લેવાય છે. કથા જાણતી હોવાનું સમજીને પ્રસંગનિરૂપણ અધ્ધર, અછડતું થયું હોય એવાં સ્થાને પણ જોવા મળે છે.
આ કૃતિઓને, હવે, આપણે પરિચય કરીએ. ગુજરાતી કર્તા-કૃતિઓ આપણ અભ્યાસનો મુખ્ય વિષય હેાઈ સ્વાભાવિક રીતે જ એમના વિશે કેટલીક વિશેષ માહિતી અને ચર્ચાને અવકાશ રહેશે. પરિચય વિશિષ્ટ કથાંશો અને કાવ્યકળાની દૃષ્ટિએ કરીશું. દેવે ચન્દ્રસૂરિવિરચિત આરામશોભાકથાનક (ર.ઈ.૧૦૮૯-૯૦)
પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” દેવચન્દ્રસૂરિની વૃત્તિ સાથે પ્રકાશિત થયેલ છે.૮ ટૂલ ગ્રંથ પ્રાકૃતમાં છે. એના પરની વૃત્તિ સંસ્કૃતમાં છે, પરંતુ દષ્ટાંત રૂપે અપાયેલાં સર્વ કથાનકે પ્રાકૃતમાં છે. બધાં કથાનકે ગદ્યપદ્યમિશ્ર છે. આરામશોભાકથાનકમાં ૨૦૧ ગાથાઓ છે અને લગભગ એટલે જ ગદ્યભાગ છે.
મૂલશુદ્ધિપ્રકરણનો હેતુ સમ્યક્ત્વની શુદ્ધિ વગેરેના પ્રતિપાદન દ્વારા સ્વર્ગ ( ૭. રાજસ્થાન હસ્ત લિખિત ગ્રંથસૂચિ ભા.૧, ૧૯૬૦, પૃ.૯, પરંતુ પૃ.૧૪-૧૫ પર આપેલા આ કૃતિના વિવરણમાં પુપિકામાં “આરામનંદન પદ્માવતી ચોપાઈ' એવું કૃતિનામ મળે છે, તેથી પૃ.૯ પર સરતચૂક થયેલી જણાય છે.
૮. મૂલશુદ્ધિપ્રકરણમ્, સંપા. અમૃતલાલ મોહનલાલ ભાજક, ૧૯૭૧, પ્રકા. પ્રાકૃત ગ્રન્થ પરિષદ, અમદાવાદ. એમાં આરામશોભાકથાનક પૂ.રર-૩૪ પર મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org