SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ટિણ : ૨૮૯ ર૩૩: યુવતી જન્મ એટલે શોક થાય, મોટી થાય તેમ ચિંતા વધે, પરણે ત્યારે દંડ ભોગવવાનો આવે – યુવતીને પિતા નિત્ય દુખિયો હોય છે. ૨૬. અબલા મેઢિહ ન ઉધારી એક વખત તેં ઉદ્ધાર કર્યો હતો, હવે એ અબળાને છોડ નહીં. ર૭૦ : બધા લકમાં, વિધિએ જે જે લખ્યું હોય તે પ્રમાણે બને છે એમ જાણીને હે ભવિકે, (જ્ઞાનીઓ) વિષમ સ્થિતિમાં અધીર બનતા નથી. ૨૭. સુદીન તાત: હે તાત, તમે દીન, અનાથના નાથ હેઈ તમારે શરણે આવી છું. ર૮૫. ભગતિ... તણુકઃ અનામિકાની સેવાથી માણિભદ્રનું મન રાજી થયું એમ અભિપ્રેત જણાય છે. અનામિકાનું જિનભક્તિ ઉપર મને લાગે છે (૨૮૫) તે જિનપ્રાસાદ બન્યા પછી. ૨૮૮, જીવાદિક નવતત્વ: જુઓ ૨.૫-૬ પરની નેધ. સપાય : રાગ, દ્વેષ, કષાય, આશ્રવ વગેરે અપાયે એટલે હાનિકારક ત. સાપાય એટલે એવાં હાનિકારક તત્તયુક્ત વર્તન. સાવદ્ય અસત્ય વચનના એક ભેદ તરીકે સાવદ્ય વચન આવે છે. કલહ કે હિસાપ્રેરક વચન તે સાવદ્ય વચન. અહીં સાવદ્ય શબ્દ કદાચ સામાન્ય પાપકર્મના અર્થમાં જ હોય. સુલસા : જુઓ ૨.ર૭૫ પરની નેધ. રેવય: ભગવાન મહાવીરના સમયની પ્રસિદ્ધ શ્રાવિકા રેવતી. ગોશાલકની તે જેલેસ્યાથી ભગવાનને મહાન પીડાકારી પિત્તજવર અને અતિસારનો રોગ થયેલો ત્યારે એ રોગને દૂર કરનાર કટુ ઔષધ બીજોરાપાકની ગોચરી રેવતીને ત્યાંથી કરવામાં આવી હતી અને એ રીતે રેવતીએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ર૧. દયાન નઉકાર આચરઈઃ નવકારમંત્રનું ધ્યાન ધરે છે. ૨૬. ચાર આહા૨ : જુઓ ૩.૨૪૦ પરની નોંધ. ર૭-૯૮: અનામિકાએ કાઉસગ્ગમાં રાતે બનેલી દેવીવાળી વાત કહીએ વાક્ય બે કડીઓમાં સંધાય છે. ૩૦૬. બાલપણથી. રતનઃ બાલપણથી – પહેલેથી જ વિષય તજીને જે દીક્ષા લે તે ધન્ય. ૩૩૫. સિદ્ધિપુરઃ જૈન પરંપરામાં સિદ્ધ એટલે મુક્ત આત્માઓ. એ જ્યાં રહે છે તે સિદ્ધિપુરી, મુક્તિ પુરી. ૫. રાજસિંહવિરચિત આરામશોભાપાઈ ૩. પંચમ ગતિ : ચાર ગતિ, જીવ-અવસ્થા તે નારકી, તિયચ, મનુષ્ય ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy