SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ટિ૨૫ણ : ૨૭૩ ૮૭. વણુ અઢારઃ હિંદુઓના કુલ અઢાર વર્ણ - નાતજાતના ભેદ ગણાય છે તે આ પ્રમાણે ચાર વર્ણ – ૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, ૩ વૈશ્ય, ૪ શુદ્ર; નવ નાર – ૫ કંઈ, ૬ કાછિયા, ૭ માળી, ૮ હજામ, ૮ સુથાર, ૧૦ ભરવાડ, ૧૧ કડિયા, ૧૨ તંબળી, ૧૩ સોની; પાંચ કારુ – ૧૪ ઘાંચી, ૧૫ છીપા, ૧૬ લુહાર, ૧૭ મોચી, ૧૮ ચમાર. કારૂ-નારુ એટલે કારીગર-વસવાયાં. વિનયવિચાર : પ્રાસને કારણે પાઠ કલા છે. ૯૧. સાંકલડી રસો હોઈ તલસાંકળી પ્રકારની વાનગીને ઉલ્લેખ હશે? પણ વાકય ગોઠવાતું નથી. ૯૩. સાલિકૂર: સુગંધી અને સુંવાળી શાલિ(ડાંગર)માંથી બનાવેલ કુર, ભાત. પિહિતિકપૂરઃ ઘી અને કપૂરયુક્ત મગની દાળ અભિપ્રેત જણાય છે. જુઓ “વર્ણકસમુચ્ચય” ભા.૧ પૃ.૬ પરનું આ વર્ણન ઃ “વૃતમય પુતિનઈ સંગિ, મનનઈ ઊલટિ, મંડારા મગની દાલિ, બુભક્ષાની કાલિ, તિરે છાંડી, હલૂ હથીયં ખાંડી, ત્રિછડ કીધી, ઘણુઈ પાણુ સીધી, વાનિ પીયલી, પરિણામિ સયલી, જિમતાં સ્વાદિષ્ટ, પરીસણહાર અભીષ્ટ, ઇસી દાલિ પરીસી.” આ વર્ણકમાં “પુતિને પુષ્ટિ જે અથ જણાય છે. આપણે કૃતિમાં “પિતિ તે “પુતિ જ સમજવું કે અન્ય કંઈ? ૯૫. હરખ્યા છિ આરામ: આરામ (વન) છે તે જોઈ હરખ્યા. ૧૦૪. સતર ભક્ષ ભેજનઃ ભોજનના સત્તર પ્રકાર કયા તે જાણવા મળ્યું નથી. ૧૦૫. અવર ના આવિ બીજી ચિત્તિઃ “અવર” અને બીજી બે પર્યાયશબ્દો વપરાયા છે તે નોંધપાત્ર છે. ૧૨૨. ઇન્દ્રજિમલ વેલા: ઇન્દ્રયમલવેલા. જોતિષને કેાઈ શુભ નક્ષત્રગ જણાય છે. ઇન્દ્ર જેના અધિષ્ઠાતા છે તે યેષ્ઠા નક્ષત્ર અઢારમું છે, જ્યારે યમલ એટલે અશ્વિની નક્ષત્ર પહેલું છે. એ બેને મેળ બેસે નહીં. એટલે ખરેખર શું અભિપ્રેત હશે તે સંદિગ્ધ રહે છે. ૧૨૩. ઘરિઘરિ ઘત સીચઈ દેહલી : ઉંબરા દૂધે ધવાની જેમ ઉંબરે ઘી સીંચવું તે મંગલ ઉત્સવપ્રસંગને આચાર જણાય છે.. ૧૨૬. અલગી થાઈઃ (માતાથી) અલગી (આઘી) થઈને. એટલે કૂવાની પાસે જઈને. ૧૨૭. તેણી..ઘાત: તેણે નાગની પ્રશંસા કરીને, એને વિનંતી કરીને માતાની હત્યા ટાળી. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy