SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ આરામભા રાસમાળા ૪પ. અઢાર ભાર વનસ્પતિ: તમામ વનસ્પતિ. એક ભાર એટલે બાર કરોડ, ત્રીસ લાખ, એક હજાર છસો આઠ. ૧૮ ભારનાં જુદાં જુદાં વગીકરણ આ પ્રમાણે છે: ૧. ૪ ભાર પુષ્પરહિત, ૮ ભાર પુષ્પસહિત, ૬ ભાર વલ્લી. ૨. ૪ ભાર કટુ, ૨ ભાર તિક્ત, ૩ ભાર અમલ, ૩ ભાર મધુર, ૧ ભાર ક્ષાર. ૨ ભાર કષાય, ૧ ભાર સવિષ, ૨ ભાર વિષરહિત. ૩. ૬ ભાર કે ટકવાળી, ૬ ભાર સુગંધવાળી, ૬ ભાર ગંધવગરની. ૪૭. કંક.વિણાસ. (આ વૃક્ષેથી) કંઠમાળ વગેરે સૌ ગગને વિનાશ થાય છે. પર. અહિરુષિ વાસિગ આવીઉ : વાસુકિ તે નાગરાજ, એનો સમુદ્રમંથન વખતે દોરડા તરીકે ઉપયોગ થયેલો. અહીં આવા નાગને રૂપે દેવતાઈ નાગ આવેલ છે એવું તાત્પર્ય છે. પ. પૂછિ મંત્રિ કુમાર : કુમાર (રાજા) મંત્રીને પૂછે છે. ૬૧. કિન્નરીઃ જૈન પરંપરા મુજબ આઠ પ્રકારના વ્યંતરદેવ (વચલી કેટિના દેવ) - પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કપુરુષ, મહેરગ અને ગ ધર્વ. કિન્નર સંગીતજ્ઞ છે. વિદ્યાધરી : ચમકારક શક્તિ ધરાવનાર, પરીની કક્ષાનાં અતિપ્રાકૃતિક ત. ૩. બહુરિ ચસિઠિ કલા: ચોસઠ અને તિર કળા – વિદ્યા. કૌશલ – ની જુદીજુદી યાદીઓ મળે છે. તે કળા સામાન્ય રીતે પુરુષની મનાય છે. અહીં વિદ્યુપ્રભામાં બધા પ્રકારનાં કોશલે છે એમ કહેવાનો આશય છે. ૧૪. જે થાનકથી આવયાં. ક્યાંની – કયા ગામની છે? ૬૬. ગિઉ.ભાણઃ આ મંત્રીનું વર્ણન જણાય છે. ૬૭. તસુ કારણિ મંત્રીને માટે (બ્રાહ્મણે આસન મૂકયું). ૬૯. કારણ મન તણું: મનની વાત. આ પ્રધાનની ઉક્તિ છે. ૩૦. જોસી લગન સોધાઉિ જોશી પાસે લગ્ન જાવડાવ્યું. ૭૨. “નામની સાથે પ્રાસમાં “પ્રમ” પાઠ ક૯યો છે, “ગાનને અથ બેસતા નથી. ૭૬. જાણિ ઉમાહ : ઉત્કંઠા અનુભવે છે. ૭૯. “પખાલ કાઈ વાદ્યનું નામ મળતું નથી, તેથી “પખાજ' (પખવાજ) પાઠ કર્યો છે. ૮૦. લોક...ઠામ : લોકોનાં લાખ ઠામ જોવાય છે એટલે કે લેકે ઠેરઠેર એકઠાં થયેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy