SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૫, રાજસિંહ : ૧૯૯ ઈમ સુણ બ્રાહ્મણ, તિહાંથી ચાલ્યુ એકલું રે, સરલ સ્વભાવ અપાર, ચરીય તસ નાં મુણઈ રે, મુદ્રિત કીધુ કુંભ, અગનિસરમૌં તદા રે, ઊપાડયુ નિજ સીસ, અતિ હરખાઈ ઘણુઈ રે. ૧૧ [૧૩૧]. અનુકમિ મારગિ વહતુ, તે દિનદિન સુખઈ રે, આયુ પાડલિપુર પાસિ, થાકુ તિણ સમઈ રે, મોટો એક મહાવડત, તિહાં આવીઉં રે, દીઠી સીતલ છાંહા, તસ મનનઈ ગઈ રે. ૧૨ [૧૨] દેઈ સિરહાણુઈ કુંભ, સુખઈ સૂતુ તિસઈ રે, સીતલ આવઈ વાય, ઠામ સુહામણી રે, કર્મસંગઈ ઠામ, જાણ કરી રે, આવ્યું તે નાગકુમાર, સહજિઈ સુખ ભણી રે. ૧૩ [૧૩૩] નાગકુમારિઈ દેખિક તદા, અગનિસરમા તિણ ઠામ, મન માહે અટકલ કરઈ, “એ ઈહાં કેણઈ કામ.” ૧ [૧૩] આરામસભા-પુયઈ કરી, દેવ પ્રજ્જઈ ન્યાન, અવધિ ભલું જિણથી લહઈ, સઘલી વાત નિદાન. ૨ [૧૩૫] હાલ ૯ઃ એક લહરિ લઈ ગેરિલા રે એહની “ભલઈભલઈ જાયું સહૂ રે, એહ વરતાત અસેષ રે, સુકિ માતા મારણ ભણી રે, આરામસભાઈ દેખિ રે. ભ૦ ૧ [૧૩૬] વિષમિશ્રિત લાડૂ કયા રે, મરઈ ઈણ ખાત પ્રમાણ રે, પણિ હું સાનિધિકારીઉં રે, તેહનું પુણ્ય-વિનાણ રે.” ભ૦ ૨ [૧૩] ઈમ ચીતવી તેણ દેવતા રે, અપહર્યા મેદિક તેહ રે, અમૃતભેદક ઘટ પૂર્યું રે, સુરભિ સકેમલ જેહ રે. ભ૦ ૩ [૧૩૮] જાગિઉ દ્વિજ તિણ અવસરઈ રે, નવિ જાણે કોઈ વાત રે, વેગિ સૂ ગયુ નુપમંદિરઈ રે, હીયડઈ હરખ ન માત રે. ભ૦ ૪ [૧૩૯] કહિઉ પ્રતીહાર ભણી દ્વિજઈ રે, “જઈ જણાવુ રાય રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy