SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ તથા પ્રાચ્યવિદ્યામંદિરને માટે મોટાં દાન અપાયાં. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પિણા ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહ તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જો તેમ ન હેત તો અટીરા, પી.આર.એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભી થઈ શકી હેત કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ અને જુવાન વિજ્ઞાની ડે. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે. કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા તે યુનિવર્સિટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગબોટ આકારના રૂપકડા સ્થાપત્ય રૂપે ઊભેલું લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫માં તેની સ્થાપના થયેલી. તેનું ઉદ્ઘાટન જવાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭૦૦૦ પુસ્તકની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આજે સંસ્થા પાસે ૭૦૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સંશોધનગ્રંથે પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતોની માઈક્રોફિ૯મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફથી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંઘરાયેલી છે. સુંદર ચિત્રો, શિલ્પ, વસ્ત્રો, આભૂષણે, ગૃહશોભાની વસ્તુઓ, પિથીએ અને છેક બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો મળીને આશરે ચારસે નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મોહક ઝલક પૂરી પાડે છે. કસ્તૂરભાઈની કલાદષ્ટિને જુના પ્રેમાભાઈ હેલની બાંધણ ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે યોજના કરી. રૂ.પપ,૭૦,૦૦૦ના ખર્ચે પ્રેમાભાઈ હેલની નવરચના થઈ તેમાં રૂ.૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તૂરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રૂપના ઉદ્યોગગૃહએ આપેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy