________________
૧૯૧
અનુગદ્વાર સૂત્રઃ મૂળસૂત્ર કે ચૂલિકાસૂત્ર? તેથી ટીકાઓની અપેક્ષાએ તેમને મૂળસુત્રોની સંજ્ઞા આપી હોય એ પ્રતીતિકર લાગતું નથી.
આમ, ઉપરના ત્રણે મતેમાંથી કેઈ મત સ્વીકાર્ય બની શકતે નથી. ત્યારે હવે મૂળ સંજ્ઞા શા માટે મળી હશે? તે સંબંધમાં વિચારણા કરતાં એમ જણાય છે કે આખાયે જૈન દર્શનના સિદ્ધાંતનું અને જૈનજીવનનું રહસ્ય સંક્ષેપમાં અને યથાર્થ સ્વરૂપે સમજવું હોય તે તેને માટે આ મૂળગ્રંથે જ સુસાધ્ય ગણી શકાય. અને આ કારણે જ તેમને મૂળથે કહ્યા હોય. જૈન તત્વપ્રકાશમાં (પૃ. ૨૨૮) કહેવામાં આવ્યું છે કે જે વૃક્ષનું મૂળ સુરક્ષિત અને મજબૂત હોય તે તેનું આયુષ્ય લાંબું ચાલે અને ઘણું શાખા પ્રશાખાઓ વૃદ્ધિ પામતી રહે. પણ જો મૂળ સુદઢ ન હોય તે તે સુકાઈને થોડા દિવસોમાં સમાપ્ત થઈ જાય. તેવી રીતે જે ગ્રંથને અભ્યાસ સમ્યક્ત્વરૂપી વૃક્ષને મજબૂત કરે અને શ્રમણના દશવિધ ધર્મમાં વિકાસ પ્રેરે તેને મૂળસૂત્રે કહી શકાય મૂળસૂત્ર શા માટે ?
મૂળસૂત્ર તરીકે અનુગદ્વારની બાબતમાં વિચાર કરતાં એ સ્વીકારવું પડે કે તેની રચના કુકસ સમયે થઈ છે એટલે તે ભગવાન મહાવીરના શબ્દ નથી. વળી, તેમાં સાધુજીવનના યમનિયમની ચર્ચા ન હોઈ બીજે મત પણ તેને લાગુ પડી શકતું નથી. ટીકાઓની અપેક્ષાએ પણ તેને મૂળસુત્ર કહી શકાય તેમ નથી. પણ જૈન તત્વપ્રકાશમાં મૂળસૂત્ર અંગે જે સમજૂતી આપવામાં આવી છે તે જોતાં અનુગદ્વારને યોગ્ય રીતે જ મૂળસૂત્ર કહી શકાય. અનુગદ્વારરૂપી મૂળસૂત્રનું યોગ્ય રીતે અધ્યયન અને પ્રશિક્ષણ થઈ જાય તો અન્ય બધા જ શાસ્ત્રો તેમજ વિચારધારાઓની સમ્યફ વ્યાખ્યા અને વિશ્લેષણ કરવાની તથા અનુકૂળ અનુયેાગ કરવાની શકિત આવી જાય છે. તેના અધ્યયનથી અનેક રીતે બૌદ્ધિક શક્તિ વધી જાય છે. અનુગદ્વારનું ગહન અધ્યયન ન હોય તે શાસ્ત્રોને અર્થ અને તેની વ્યાખ્યા કરવાની પદ્ધતિ ન જાણું શકાય, અનુગદ્વારનું ગહન અધ્યયન થઈ જાય તે જિજ્ઞાસુ પ્રત્યેક શાસ્ત્રનાં રહસ્ય, તાત્પર્ય, દષ્ટિકેણ, સિદ્ધાન્ત આદિના નિષ્કર્ષ બહુ સહેલાઈથી પામી શકે છે. આમ, આગમના અધ્યેતા માટે વ્યાખ્યા અને વિશ્લેષણ કરવાની કળા તેમજ પદ્ધતિ શીખવનાર પ્રાથમિક શાસ્ત્ર હેવાથી અનુગદ્વાર સમગ્ર શાને મૂળાધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org