________________
૧૯૦,
પ્રિ. કે. એમ. પટેલ, પાટણ (૨) જૈન વાડ્રગમયના વિશિષ્ટ અધ્યેતા જર્મન વિદ્વાન પ્રોફેસર ડે. વેટર શુબ્રિગ (Walter Schubring)ને મતે સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે તેને આ ગ્રંથમાં ઉપદેશ હોઈ તેને મૂળ સૂત્રે કહેવામાં આવે છે.
(૩) ઈટલીના વિદ્વાન છે. ગેરિને (Guerinot) માને છે કે આ ગ્રંથ original અર્થાત્ અસલ ગ્રંથ છે, જેની ઉપર અનેક ટીકાઓ, નિર્યુકિતઓ થઈ છે. ટીકાને અભ્યાસ કરતાં આપણે જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળથ કહીએ છીએ વળી જૈન ધાર્મિક ગ્રંથમાં આ ગ્રંથ ઉપર સૌથી વધારે ટીકાગ્રંથો છે. આ કારણે આ ગ્રંથને ટીકાઓની અપેક્ષાએ મૂળગ્રંથ અથવા મૂળસૂત્રે કહેવાની પ્રથા પડી હશે, એમ કલ્પી શકાય.
(૪) વિંટરનિ– શાપેટીયરના મત સાથે નહીં પણ ગેરીના મંતવ્ય સાથે સહમત થાય છે.
ભારતીય વિદ્વાનોમાં પ્રે. પટવર્ધન તથા પ્રો. એચ. આર. કાપડીયા, ડે. શુબ્રિગના મત સાથે સહમત થાય છે.
પ્રથમ મત મહદ્અંશે ઉત્તરાધ્યયનને લાગુ પડી શકે. છતાં પણ તે એક જ સમયની કૃતિ માની શકાય તેમ નથી. વિંટરનિ– ઉત્તરાધ્યયનનાં અધ્યયનોને જુદા જુદા સમયની રચનાઓ કહી છે. દશવૈકાલિક શય્યભવની રચના અને નદીસૂત્ર દેવવાચકની રચના છે. અનુયાગદ્વારસૂત્રને રચનાસમય પણ બીજા સૈકાની આસપાસનો છે. હા, જે એમ કહીએ કે ભગવાન મહાવીરના શબ્દોને આધારે આ સૂત્રની રચના થઈ છે તે વિરોધાભાસ દૂર થાય. પણ એમ કરતાં આ બાબત સમગ્ર આગમ ગ્રંથને લાગુ પડી શકે.
ડે. શુબિંગને મત ઉત્તરાધ્યયનને સશે લાગુ પાડી શકાતું નથી. કારણ કે તેમાં શ્રમણ-જીવનના યમનિયમ જ નહિ, પરંતુ અનેક કથાઓ, શિક્ષાપદે, મોક્ષપ્રાપ્તિના ઉપાયે વગેરે જેન આગમની મૂળભૂત ઘણું બાબતે છે.
આના ઉકેલ માટે ત્રીજો મત પ્રકાશમાં આવ્યું હોય તેમ જણાય છે. પરંતુ તે માન્યતા વિશેની યુકિત બહ વજનદાર જણાતી નથી. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરે ઉપર જેમ અનેક ટીકાઓ રચાઈ છે તેમ બીજા અંગ, ઉપાંગ આદિ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org