________________
૧૭.
આત્યંતર પરિણામ અવલોકન–હાથનોંધ ૨
૮૨૩ શબ્દ દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. સમભિરૂઢ દૃષ્ટિથી એવંભૂત અવલક. એવંભૂત દ્રષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. એવંભૂત દ્રષ્ટિથી એવંભૂત થા. _ એવંભૂત સ્થિતિથી એવંભૂત દ્રષ્ટિ શમાવ. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
[હાથોંધ ૨, પૃષ્ઠ ૩૭] હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિવિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંગરસને આ આભાસ તે જુઓ! આશ્ચર્યવત્, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ૫ને અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે.
[હાથોંધ ૨, પૃષ્ઠ ૩૯] પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા.
ચૈતન્ય જિનપ્રતિમા થા. તે કાળ છે? તે વિષે નિવિકલ્પ થા. તે ક્ષેત્રોગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હિાથોંધ ૨, પૃષ્ઠ ૪૧] હે કામ ! હે માન ! હે સંગઉદય! હે વચનવર્ગણા ! હે મહ! હે મહદયા! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org