________________
૮૨૨
શ્રીમદ રાજચંદ્ર
}
પદ્ધતિ.
ધર્મસુગમતા.
કાનુગ્રહ. યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત ધર્મનો ઉદય.
|
વૃત્તિ.
૧૪
હિાથોંધ ૨, પૃષ્ઠ ૩૨] સ્વપર પરમપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહત અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. વીતરાગોને મત લેકપ્રતિકૂળ થઈ પડ્યો છે.
રૂઢિથી જે લો કે તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતું નથી, અથવા અન્યમત તે વીતરાગોને મત સમજી પ્રત્યે જાય છે.
યથાર્થ વીતરાગને મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગને અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષે વિરાધક વૃત્તિના ધણું અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે.
[હાથધ ૨, પૃષ્ઠ ૩૪]
ત્યારે તમે શા માટે તે ધર્મને ઉદ્ધાર ઈચ્છે છે? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી.
[હાથોંધ ૨, પૃષ્ઠ ૩૫]
એવંભૂત દ્રષ્ટિથી જુસૂત્ર સ્થિતિ કર.
જુસૂત્ર દૃષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. નૈગમ દ્રષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. એવંભૂત દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવંભૂત થા. એવંભૂત દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org