________________
૮૯૩
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે.
પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એ એક ઈશ્વર હોવો જોઈએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે.
૩૭
હાથનોંધ ૧, પૃષ્ઠ ૮૭] શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગ્રહવાસ વેદ્યો – ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ છે ?
અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેને હેતુ છે?
જે પુરુષ સદૂગુરુની ઉપાસના વિના નિજ કલપનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પિતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.
જે જીવ પુરુષના ગુણને વિચાર ન કરે, અને પિતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
- ૩૮
હાથોંધ ૧, પૃષ્ઠ ૮૯] સર્વસંગ મહાસવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે.
આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ કયાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એ વ્યવહાર શી રીતે થઈ શકે?
વૈશ્યલેશે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે.
વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેકદ્રષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વતી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તે જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તે પછી તે વ્યવહાર ગમે તે થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જે ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૯૦] તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ચથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જ નથી.
આ સર્વ વિભાવગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી.
તે વિભાવગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલે એવો ઉદયસ્વરૂપ, અને બીજે આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતા ભાવસ્વરૂપ.
આત્મભાવે વિભાવ સંબંધી ગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતે આત્મભાવ ઘણું પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે.
તે સંપૂર્ણ વિભાગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org