________________
૨૦૪
શ્રીમદ્ રાજચંદ્ર
તા તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવા પડે છે, કેમકે ઉદ્દય વિભાવક્રિયાના છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૧]
તથાપિ એમ રહે છે કે, ઉડ્ડયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તે આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદ્દયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે.
જે આત્મભાવ ઉત્પન્ન થયા છે, તે આત્મભાવ પર જે વિશેષ લક્ષ કરવામાં આવે તે અલ્પ કાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થાડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદ્દયની સ્થિતિ પ્રમાણે ઉદયને કાળ રહેવા દેવાના વિચાર કરવામાં આવે તે હવે આત્મશિથિલતા થવાના પ્રસંગ આવશે, એમ લાગે છે; કેમકે દીર્ઘકાળના આત્મભાવ હેાવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયા નથી, તથાપિ કંઇક કંઇક તેની અજાગૃતાવસ્થા થવા દેવાને વખત આવ્યા છે; એમ છતાં પણ હવે કેવળ ઊઁય પર ધ્યાન આપવામાં આવશે તે શિથિલભાવ ઉત્પન્ન થશે.-
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૯૨]
જ્ઞાનીપુરુષા ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તે આત્મભાવ હાવા ન જોઇએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદવા ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતા નથી, કેમકે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયખળ વધતું જોવામાં આવે તે જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે.
અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લાકોએ ભરતક્ષેત્ર ધૈર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવાના સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે.
[હાથનાંધ ૧, પૃષ્ઠ ૯૩]
મૌનદશા ધારણ કરવી ?
વ્યવહારના ઉદય એવા છે કે તે ધારણ કરેલી દશા લેાકાને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ અને નહીં.
ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવે
તે પણ વિચારતાં ખનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઇક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ હૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે.
૩૯
તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ?
કેમકે તેના વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે – એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૪]
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન – કેવળદર્શન – સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તેા પછી વર્ષે છ માસ કાળમાં આટલા આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયેગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયેગનાં ખળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યાગ્ય છે. તાપણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org