SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૧ આત્યંતર પરિણામ અવકન - હાથનોંધ ૧ [ હાથનેધ ૧, પૃષ્ઠ ૨] જીવનું વ્યાપકપણું, પરિણમીપણું, કર્મસંબંધ, મેક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીને ભેદ સમજાવા યાર જીવનું વ્યાપકપણું, સામાન્ય વિશેષાત્મકતા, પરિણામીપણું, કાકજ્ઞાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરધથી શી રીતે સિદ્ધ છે? એક જ જીવ નામને પદાર્થ જુદાં જુદાં દર્શને, સંપ્રદાયે અને મતે જુદે જુદે સ્વરૂપે કહે છે, તેને કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કર દુર્ઘટ કેમ નથી ? [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૩] સહજ જે પુરુષ આ ગ્રંથમાં સહજ નેંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પાપે પણ છે, અને પૂર્ણને પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગને નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણે તેને ઉદય આવ્યાં છે, તે આવરણથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાને ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવે છે. ઘણું જ છેડા પુરુષને પ્રાપ્ત થયું હશે એ એ કાળને ક્ષપશમી પુરુષ છે. તેને પિતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેને પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ કે તીણ ઉપગચ છે. તે ભૂલ શાથી થઈ છે ? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ વેગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તે શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરુણુશીલ, જેના દરેક પરમાણમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થને વિચાર કરતાં હતાં અનાદિકાળથી હામબદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગષણું કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. બધા સંજોગો અને સંબંધે યથાશક્તિ વિચારતાં એમ તે પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એ કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધને જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાધાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે તૂટી જાય છે. આવા ભાંગ્યા ત્રયા વિચારની શ્રેણિ છતાં ક્ષપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, એક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy