________________
૯૦
શ્રીમદ્ રાજચંદ્ર
૨
જીવના અસ્તિત્વપણાને તે કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાને, ત્રિકાળ હેવાપણને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણને, ત્રિકાળ હોવાપણાને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કેઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
તે બંધની નિવૃત્તિ કેઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
એક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહીં થાય.
૪ તે બે ઇથિી નહીં પણ જેને બોધ રક્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૫ એ ત્રણ ઈદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઈત્યાદિ. ૬ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણદ્રિયથી થઈ શકે છે. તે પણ આ જીવન નથી, ઇત્યાદિ. છે તે પાંચે ઇકિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઇંદ્રિય વિના
એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી
પર છે, ઇત્યાદિ. ૮ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી;
પણ તેથી પર છે, ઇત્યાદિ. હું આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે
તે પણ આ જીવન નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ. જેવાં કે – ૧ કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. ૨ નેકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩ પશુ પક્ષી આદિ તિર્યંચ.
નારકી દેવતા આદિ. ૫ પાંચ જાતના એકેદ્રિય. ૬ ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭ નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ.
૮ હરેક પ્રકારનાં કારખાનાદિ. ૧૦ હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પિતાનાથી ઉત્પન્ન
થયેલાં છે તે પણ. ૧૧ એમ બધાંને બાદ કરતાં છેવટ પિતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે.
૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨ પાંચે ઇંદ્રિ વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમકે – ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખાપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ,
કાન, આંખ, નાક, મુખ, જિહા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસેપેટ, કરોડ, બરડે, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પાંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો.
ઉપર બતાવેલાં મધેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠા છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org