SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ મોરબી, શ્રાવણ વદ ૮, શનિ, ૧૫૬ 'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स; सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ – કર્મદ્રવ્યની એટલે પુગલદ્રવ્યની સાથે જીવન સંબંધ થવે તે બંધ. તેને વિયેગ થે તે મેક્ષ. સંમમ=સારી રીતે સંબંધ થવે, ખરેખરી રીતે સંબંધ છે, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. ૨ પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના પેગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. ૩ વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જે રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તે ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સેનામહેર, આદિને દ્રષ્ટાંતે. જેમ એક કુલડીમાં ઘણું વખત પહેલાં રૂપિયા, પૈસા, સેનામહેર નાખી હોય તે જ્યારે કાઢે ત્યારે તે ને તે ઠેકાણે તે જ ધાતરૂપે નીકળે છે તેમાં જગેની તેમ જ તેની સ્થિતિને ફેરફાર થતું નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી, તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. ૪ આત્માના હેવાપણ વિષે જેને શંકા પડે તે “ચાર્વાક કહેવાય. ૫ તેરમે ગુણસ્થાનકે તીર્થંકરાદિને એક સમયને બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયને બંધ હોઈ શકે. ૬ પવન પાણીની નિર્મળતાને ભંગ કરી શકતું નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ વેગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયને બંધ કહ્યો. ૭ જેકે કષાયને રસ પુણ્ય તથા પાપરૂપ છે તે પણ તેને સ્વભાવ કહે છે. ૮ પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યને ચેઠાણિયે રસ નથી, કારણ કે એકાંત શાતાને ઉદય નથી. કષાયના ભેદ બે : (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ. કષાય વગર બંધ નથી. ૯ આર્તધ્યાનને સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે, “પ્રમાદ’ને ‘ચારિત્રહ’માં અને બેગન “નામકર્મ'માં થઈ શકે. ૧૦ શ્રવણુ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. ૧૧ મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. ૧૨ વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. ૧૩ પ્રાકૃતજન્ય એટલે લેકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. ૧૪ આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાને વખત મળી શકતું નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જે ખાવા પીવાને ઊંઘવા ઈત્યાદિને વખત મળે ને કામ કર્યું તે પણ આત્માના ઉપગ વિના નથી થયું, તે પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળે એ વચન જ્ઞાની કેઈ કાળે સાચું માની શકે નહીં. એને અર્થ એટલે જ છે કે બીજા ઇંદ્રિયાદિક સુખનાં કામે જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy