SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાર–૨ ૭૮૫ આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરી નથી લાગતી! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. ૧૫ સમ્યગ્રુષ્ટિ પુરુષ, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લેકવ્યવહાર નિર્દોષપણે લજજાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દૃઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. ૧૬ બીજા પદાર્થો ઉપર ઉપગ આપીએ તે આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તે સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતે એ છે. એ શક્તિ બધી સાચી છે. રૌતન્યમાં ચમત્કાર જોઈએ, તેને શુદ્ધ રસ પ્રગટ જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષ અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે દવામાં જ નિર્જરા સમજે છે. ૧૭ તમે જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. ૧૮ અશાતાને ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે કે જેથી તેને ઉદય આવ્યે ચળે નહીં. ૧૯ સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તે બદલ પડે છે. તેથી તેઓ પિતે લીધેલે રસ્તે ખરે નથી એમ સમજે છે; તેમ જ્ઞાની પુરુષે ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદ્રષ્ટિ ચૂકતા નથી. ૨૦ ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવાં ન જોઈએ. ૨૧ વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ-એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તે શોક ન થાય. શુભને ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. “કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો એ છે થતાં કે હર્ષ થાય છે ? તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યફપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તે જ્ઞાની પુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ, કારણ તે દીધા વગર છૂટક થવાને નથી. ૨૨ સુખદુઃખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇદ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન નથી. ૨૩ ચરણાનુગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માને અપ્રમત્ત ઉપગ માન્ય છે. ૨૪ કરણાગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ૨૫ ચરણાનુગમાં વ્યવહારમાં આચરી શકે તેને સમાવેશ કર્યો છે. ૨૬ સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયેગની અપેક્ષાએ, પણ કરણનગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુગ પ્રમાણે નવમાં ગુણસ્થાનકે વેદેદયને ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy