________________
૭૭૨
શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે, તે હવે તમારા પુરુષાર્થને આધીન છે. જે તમે પુરુષાર્થ કરશે તે મોક્ષ થ દૂર નથી. મેક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તે તે ને તે જ રહે છે, તે પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાને ? વાદવિવાદ કે મતભેદ શાને ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.
૧૧ મેરી , અષાડ સુદ ૧૪, બુધ, ૧૯૫૬ ૧ પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હેઈએ તે લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તે અવસર આવ્યું કામ આવે છે; આરાધના થઈ શકે છે.
૨ યશોવિજયજીએ ગ્રંથે રચતાં એટલે ઉપગ રાખ્યું હતું કે તે પ્રાયઃ કેઈ ઠેકાણે ચૂક્યા નહતા. તે પણ છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢ ગાથાના સ્તવન મધ્યે સાતમાં ઠાકુંગસૂત્રની શાખા આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદેશે માલૂમ પડે છે. આ ઠેકાણે અર્થકર્તાએ “રાસભવૃત્તિ એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેને અર્થ તેમ નથી. “રાસભવૃત્તિ” એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તે પણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લેટી જવાનું તેને મન થાય છે, તેમ વર્તમાન કાળે બેલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બલી જવાય છે.
“ભગવતી આરાધના’ મધ્યે લેગ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે.
૪ પરિણામ ત્રણ પ્રકારનાં છેઃ હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છઘસ્થને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે.
૫ તેરમે ગુણસ્થાનકે લેયા તથા વેગનું ચલાચલપણું છે, તે સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેને આશયઃ સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હેતું નથી. તેરમાં ગુણસ્થાનકે કેવળીને પણ
ગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણુય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દ્રષ્ટાંતે : જેમ પાંજરામાં સિહ જાળીને અડત નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતું નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અકિયતા ગણાય.
૬ “ચલઈ સે બંધ’, યેગનું ચલાયમાન થવું તે “બંધ'; વેગનું સ્થિર થવું તે અબંધ. ૭ જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. ૮ ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય.
અપવાદ એટલે આમ લેવું જોઈએ પણ તેમ ન બને તે આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરે બહુ જ હલકે છે. માટે તે વાપર નહીં.
૯ ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે ને તેથી જે ઊતરતે તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે તેથી નીચેનાં ગુણસ્થાનકે એકબીજાની અપેક્ષાએ અપવાદ છે.
૧૦ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને એગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
૧૧ મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી વેગનું ચલાયમાનપણું થાય છે. યેગનું ચલાયમાનપણું તે “આસવ) અને તેથી ઊલટું તે “સંવરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org