________________
વ્યાખ્યાનસાર-૨
98
૧૨ દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવા જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે, એ આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા તે રૂપ ભૂલ, ભૂલથી દુ:ખ થાય છે એટલે અંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મઉદય સહેજે જ વિપાક આપી નિર્જરે છે અને નવા બંધ થતા નથી.
૧૩ દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરેા બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ ખાપ તેને પાતાના દીકરા કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જોકે જ્ઞાનમાં ફેર નથી તેપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે.
૧૪ જો ઉથમાં આવ્યા પહેલાં રસમાં મેાળાશ કરી નાખવામાં આવે તે આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉય આવે.
૧૫ જ્ઞાનીએ નવી ભૂલ કરતા નથી, માટે તે અખંધ થઈ શકે છે.
૧૬ જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનેા નથી; તે રહેવાને પણ નથી; જ્યારે ત્યારે પણ તેના વિચાગ થવાના છે. એ ભેદવજ્ઞાનને લઈને હંમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન મહેરા હેાય છે એટલે તે જાણતા નથી.
૧૭ જ્ઞાની દેહુ જવાના છે એમ સમજી તેના વિયેાગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કાઇની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછે સાંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી.
૧૮ દેહ અને આત્માના ભેદ પાડવા તે ભેદજ્ઞાન'; જ્ઞાનીને તે જાપ છે. તે જાપથી દેહુ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેાખથી સેાનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના બેદિવજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હાઈને પ્રયાગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. ૧૯ ખીજાં ઉદયમાં આવેલાં કર્યાંનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેઢવું જ જોઇએ; ને તે વેદતાં મુશ્કેલીના પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તેા આત્મા દેહાકારે પરિણમે, એટલે કે પેાતાને માની લઈ વેઠે છે, અને તેને લઈને આત્માની શાંતિના ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસાટી થાય છે. એટલે ખીજાં દર્શનાવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.
૨૦ પુદ્ગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તેપણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પેાતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું? ૨૧ ‘જોગા ડિપદેસા’=યાગથી પ્રકૃતિ ને પ્રદેશબંધ થાય છે.
૨૨ સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે.
૨૩ આવિધ, સાતવિધ, વિધ, ને એકવિધ એ પ્રમાણે અંધ બંધાય છે.
૧૨ મારી, અષાડ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૬ ૧ જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણુ; તેનું ફળ અવ્યાખાધ સુખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org