________________
વ્યાખ્યાન સાર-૨
૭૬૯ (આ) “હ્યું’ શબ્દને અર્થ “બે ભાગ થવા” એમ કેટલાક કરે છે, પણ તેમ નથી. જેવી રીતે દેવું ટું શબ્દ દેવાને નિકાલ થ, દેવું દઈ દીધું'ના અર્થમાં વપરાય છે, તેવી રીતે “આયુષ સું” શબ્દને આશય જાણો.
(ઈ) “સેપક્રમ=શિથિલ, એકદમ ભેગવી લેવાય તે.
(ઈ) નિરુપક્રમ=નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હેય છે.
- (૧) પ્રદેશદય=પ્રદેશને મેઢા આગળ લઈ વેદવું તે પ્રદેશેાદય પ્રદેશદયથી જ્ઞાનીઓ કર્મને ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે.
(9) “અનપવર્તન” અને “અનુદીરણ” એ બેને અર્થ મળતે છે, તથાપિ તફાવત એ છે કે “ઉદીરણમાં આત્માની શક્તિ છે, અને “અપવર્તનમાં કર્મની શક્તિ છે.
(એ) આયુષ ઘટે છે, એટલે ચેડા કાળમાં ભગવાય છે. ૧૫ અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. ૧૬ પરિણામની ધારા એ “થરમૉમિટર સમાન છે.
મોરબી, અષાડ સુદ ૧૦, શનિ, ૧૯૫૬ ૧ મેક્ષમાળામાંથી –
અસમંજસતા =અમળતાપણું, અસ્પષ્ટતા. વિષમ =જેમતેમ. આર્ય =ઉત્તમ. આર્ય' શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ = પ્રકાર, ભેદ, વિભાગ.
ભયંત્રાણુ = ભયથી તારનાર, શરણ આપનાર. ૨ હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅને કેળિયે લીધે નહેાતે એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્રસૂરિ હતા.
મરબી, અષાડ સુદ ૧૧, રવિ, ૧૯૫૬ ૧ સરસ્વતી = જિનવાણીની ધારા.
૨ (૧) બાંધનાર, (૨) બાંધવાના હેતુ, (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારને પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેન્ટે કહ્યું છે.
મોરબી, અષાડ સુદ ૧૨, સેમ, ૧લ્પ૬ ૧ શ્રી યશોવિજયજીએ “ગદ્રષ્ટિ' ગ્રંથમાં છઠ્ઠી “કાંતાદ્રષ્ટિને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં, વીતરાગસુખ સિવાય બીજું સુખ નિસત્ત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે. પાંચમી ‘સ્થિરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી પરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે પરમાવગાઢ સમ્યકત્વ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હેય.
૨ પાતંજલગના કર્તાને સમ્યકત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. . - ૩ હરિભદ્રસૂરિએ તે દ્રષ્ટિએ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે અને તે ઉપરથી યશવિજ્યજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org