________________
७६८
શ્રીમદ્ રાજચંદ્ર સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયપશાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તે “જાતિસ્મરણજ્ઞાન” થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંસીને ભવ આવવાથી “જાતિસ્મરણજ્ઞાન ન થાય.
કદાપિ સ્મૃતિને કાળ થડ કહો તે સે વર્ષ થઈને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ, પણ જે પૂર્વસંજ્ઞા કાયમ હોય તે સ્મૃતિમાં રહે.
૩ આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણે –
(૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કઈ શીખવે છે? તે પૂર્વાભ્યાસ છે. (૨) સર્પ અને મરને હાથી અને સિંહને ઉંદર અને બિલાડીને સ્વાભાવિક ઘેર છે. તે કઈ શિખવાડતું નથી. પૂર્વભવના ઘરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.
૪ નિર્સગપણું એ વનવાસીને વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગાપણું થાય નહીં.
૫ સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતમુહૂર્તની છે.
૮ “અમે સમજ્યા છીએ, “શાંત છીએ, એમ કહે છે તે તે ઠગાયા છે.
૭ સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી, પણ તે ધ્યાનમાં રાખવાનું છે.
૮ પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તે યથાસ્થિત સાંભરે. પિતાનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે પિતાને ઈડર અને વસેની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તે, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પિતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પિતાને પાંચ વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણકે તે ક્ષયપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે.
૯ ગ્રંથિના બે ભેદ છે - એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ છે.); બીજી ભાવ, અભ્યન્તર ગ્રંથિ (આઠ કર્મ ઇ.). સમ્યફપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે “નિગ્રંથ
૧૦ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રને ત્યાગ હોય, તેપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે?
૧૧ સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી.
૧૨ રાગાદિ દોષોને ક્ષય થવાથી તેના સહાયકારી કારણે ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતું નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી.
૧૩ રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારના અભાવે બંધ થતું નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મને અભાવ સર્વ સ્થળે જાણ.
૧૪ આયુકર્મ સંબંધી -કર્મગ્રંથ)
(અ) અપવર્તન = વિશેષ કાળનું હોય તે કર્મ ઘેડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વને તે બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભેગવાય.
૧. ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા ૧૦૭૦, ૧૦૭૧, ૧૦૭૪, ૧૦૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org