________________
૧૦
શ્રીમદ રાજચંદ્ર
ઓધવચન ૧ આહાર કરે નહીં. ૨ આહાર કરે તે પુદ્ગલને સમૂહને એકરૂપ માની કરે, પણ લુબ્ધ થવું નહીં. ૩ આત્મશ્લાઘા ચિંતવવી નહીં. ૪ ત્વરાથી નિરભિમાની થવું. ૫ સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. ૬ સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તે રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારે. ૭ કેઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. ૮ મતમતાંતરમાં પડવું નહીં. ૯ મહાવીરને પંથ વિસર્જન કરે નહીં. ૧૦ ત્રિપદને ઉપગ અનુભવ. ૧૧ અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું. ૧૨ સ્મૃતિમાં નથી તે સંભારે. ૧૩ વેદનીય કર્મ ઉદય થયું હોય તે પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. ૧૪ વેદનીયઉદય ઉદય થાય તે અવેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. ૧૫ પુરુષવેદ ઉદય થાય તે સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. ૧૬ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ “સ” દશા ગ્રહવી. ૧૭ પણ બાહ્ય ઉપગ દે નહીં. ૧૮ મમત્વ એ જ બંધ. ૧૯ બંધ એ જ દુ:ખ. ૨૦ દુઃખસુખથી ઉપરાંઠા થવું. ૨૧ સંકલ્પ-વિકલ૫ તજવે. ૨૨ આત્મ-ઉપગ એ કર્મ મૂકવાનો ઉપાય. ૨૩ રસાદિક આહાર તજ. ૨૪ પૂર્વ ઉદયથી ન જાય તે અગંધપણે ભેગવે. ૨૫ છે તેની તેને સેપે. (અવળી પરિણતિ) ૨૬ છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. ૨૭ ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ૨૮ સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. ૨૯ રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. ૩૦ સુગંધી પુદ્ગલ સુંઘવા નહીં સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તે રાગ કરવો નહીં. ૩૧ દુર્ગધ ઉપર દ્વેષ કરે નહીં. ૩ર પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. ૩૩ આહાર અનુક્રમે કરે (લે.) ૩૪ કાર્યોત્સર્ગ બને તે અહોરાત્રી કરે. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં.
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org